Get The App

અમેરિકામાં અત્યાર સુધીનાં રેકોર્ડ 70 હજારથી વધુ કેસ નોંધાયા

Updated: Jul 11th, 2020

GS TEAM

Google News
Google News
અમેરિકામાં અત્યાર સુધીનાં રેકોર્ડ 70 હજારથી વધુ કેસ નોંધાયા 1 - image

વોશિંગ્ટન, 11 જુલાઇ 2020 શનિવાર 

કોરોના વાયરસની રોગચાળાએ અમેરિકામાં ભીષણ સ્વરૂપ ધારણ કર્યું છે. અહીં છેલ્લા 24 કલાક દરમિયાન 70000 નવા કેસ નોંધાયા છે. વિશ્વના કોઈ પણ દેશમાં મહામારી શરૂ થયા બાદ આ સૌથી મોટો ઉછાળો છે. જોન હોપકિંસ યૂનિવર્સિટીના આંકડા અનુસાર અમેરિકામાં અત્યાર સુધીમાં કુલ 3183856 લોકો કોરોનાની લપેટમાં આવી ચૂક્યા છે.

અમેરિકામાં છેલ્લા બે મહિનાની સરખામણીએ હવે દરરોજ કોરોનાના દર્દીઓની સંખ્યા બમણી ગતીથી વધી રહી છે. જોકે, મૃત્યુઆંક લગભગ અડધો થઈ ગયો છે. છેલ્લા બે મહિના દરમિયાન સૌથી વધારે મૃત્યુ દરરોજ બ્રાઝીલમાં થઈ રહી છે.

વર્લ્ડોમીટર પ્રમાણે અમેરિકામાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા શનિવાર સવાર સુધીમાં 33 લાખની નજીક પહોંચી ગઈ છે. જ્યારે કુલ 136652 લોકોના મોત નિપજ્યા છે. જોકે, 1454000 લોકો સ્વસ્થ્ય પણ થઈ ચૂક્યા છે જે કુલ સંક્રમિતોના 44 ટકા છે.

તેમજ હોસ્પિટલમાં હજી પણ 1699000 દર્દીઓની સારવાર ચાલી રહી છે, જે કુલ સંક્રમિતોના 52 ટકા છે. અમેરિકામાં કુલ ચાર ટકા દર્દીઓ કોરોનાના કારણે મોતને ભેટ્યા છે. અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં સૌથી વધારે 426016 કેસ નોંધાયા છે. ફક્ત ન્યૂયોર્કમાં જ 32375 લોકોના મોત નિપજ્યા છે.

Tags :