250 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર અમેરિકાની વસતી ઘટશે, ટ્રમ્પની નીતિને કારણે લાગશે મોટો ઝટકો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

America Population Will Decline First Time: 250 વર્ષના ઇતિહાસમાં પહેલી વાર અમેરિકાની વસતી ઘટવા જઈ રહી છે. કારણ કે ઈમિગ્રન્ટ્સનો ધસારો ઘટ્યો છે. એટલું જ નહીં દેશમાં ઈમિગ્રન્ટ્સની સંખ્યામાં 5,25,000નો ઘટાડો થવાનો છે. એક તરફ આ ઘટાડો થશે, તો બીજી તરફ અમેરિકામાં જન્મેલા બાળકોની સંખ્યા 5 લાખ 19 હજાર રહેવાનો અંદાજ છે. આમ આ વર્ષે અમેરિકાની વસતીમાં કુલ 6000 લોકોનો ઘટાડો નોંધાશે. અમેરિકન એન્ટરપ્રાઈઝ ઈન્સ્ટિટ્યૂટના અહેવાલ પ્રમાણે અમેરિકામાં સિવિલ વોર દરમિયાન 7 લાખ લોકો માર્યા ગયા હતા. ત્યારે પણ વસતીમાં કોઈ ઘટાડો નહોતો નોંધાયો. કોરોના મહામારી દરમિયાન પણ અમેરિકાની વસતી નેગેટિવમાં નહોતી ગઈ.
250 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર અમેરિકાની વસતી ઘટશે
તેથી આ ઐતિહાસિક થશે કે, આ વર્ષે અમેરિકાની વસતીમાં ઘટાડો નોંધાશે. વસતીમાં આ ઘટાડાનું કારણ અમેરિકાનો ઘટતો જન્મ દર પણ છે. છેલ્લા 30 વર્ષથી, અમેરિકાનો સરેરાશ જન્મ દર 1.6 પર રહ્યો છે, જ્યારે રિપ્લેસમેન્ટ લેવલ માટે પણ 2.1 જરૂરી માનવામાં આવે છે. આમે અમેરિકામાં પરિવારો સતત નાના થઈ રહ્યા છે અને બાળકો પેદા કરવામાં લોકોની રુચિ ઘટતી જઈ રહી છે. ઈન્સ્ટિટ્યૂટ ફોર ફેમિલી સ્ટડીઝ પ્રમાણે અમેરિકામાં દર અઠવાડિયે સેક્સ કરનારા પુરુષો અને મહિલાઓની સંખ્યા માત્ર 37% છે, જ્યારે 1990માં આ સરેરાશ 55% હતી.
ટ્રમ્પે સત્તા સંભાળ્યા પછી 16 લાખ ઈમિગ્રન્ટ્સ અમેરિકા છોડી ગયા
તમને જણાવી દઈએ કે, અમેરિકામાં ઈમિગ્રન્ટ્સની સંખ્યામાં પહેલાથી જ ઝડપથી ઘટાડો નોંધાઈ રહ્યો છે. આવનારા લોકોની સંખ્યામાં ઘટાડો થયો છે જ્યારે જતા રહેતા લોકોની સંખ્યામાં વધારો થયો છે. આ વર્ષના પ્રથમ 6 મહિનામાં 14 લાખ ઈમિગ્રન્ટ્સ અમેરિકા છોડીને ગયા છે. અમેરિકાના ગૃહ વિભાગનું કહેવું છે કે, ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળ્યા પછી 16 લાખ ઈમિગ્રન્ટ્સ અમેરિકા છોડી ગયા છે. આવું એટલા માટે થઈ રહ્યું છે કારણ કે, ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રની નીતિઓ ઈમિગ્રન્ટ્સને અમેરિકા આવતા અટકાવી રહી છે. એટલું જ નહીં વહીવટીતંત્રે ગેરકાયદેસર રીતે અમેરિકા આવતા 3,59,000 લોકોની ધરપકડ કરી છે. તેમાંથી 3 લાખ 32 હજાર લોકોને ડિપોર્ટ કરવામાં આવશે.
આ પણ વાંચો: ભારત-ચીનને ટેરિફથી ડરાવી ન શકાય, ધાક-ધમકીનો યુગ સમાપ્ત: પુતિનની US-યુરોપને શિખામણ
વર્કફોર્સનું સંકટ પણ ઉભું થઈ શકે
આ આંકડો ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટના શરૂઆતના 200 દિવસનો છે. જોકે, રસપ્રદ તથ્ય એ છે કે, ઈમિગ્રન્ટ્સની સંખ્યામાં ઘટાડો થયો હોવા છતાં પણ દેશમાં 15% વસતી એવા લોકોની છે જેઓ કોઈ બીજા દેશમાં જન્મ્યા હતા અને હવે અમેરિકામાં છે. નિષ્ણાતોનું માનવું છે કે, વસ્તીમાં ઘટાડો અને ખાસ કરીને ઈમિગ્રન્ટ્સની ઘટતી સંખ્યાને કારણે વર્કફોર્સનું સંકટ પણ ઉભું થઈ શકે છે.









