Get The App

'અમેરિકા 100 વર્ષથી યુદ્ધ ભડકાવીને પૈસા કમાય છે...' પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીનું નિવેદન

Updated: May 25th, 2025

GS TEAM


Google News
Google News
'અમેરિકા 100 વર્ષથી યુદ્ધ ભડકાવીને પૈસા કમાય છે...' પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીનું નિવેદન 1 - image

 

Pakistan Minister Khawaja Asif News : ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ અંગે તાજેતરમાં ઘણાં નિવેદનો સાંભળ્યા હશે. જો કે, પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફના સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલા નિવેદનની હાલ ઘણી ચર્ચા છે. આસિફનું કહેવું છે કે, ‘અમેરિકાએ છેલ્લા 100 વર્ષમાં યુદ્ધો ભડકાવી રહ્યું છે, પછી તેઓ શસ્ત્રો વેચે છે, ધીકતી કમાણી કરે છે અને બાદમાં બિસ્તરા પોટલા લઈને જતા રહે છે.’

શું બોલ્યાં ખ્વાજા આસિફ?   

પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફનો એક વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેમણે અમેરિકા પર ગંભીર આરોપો લગાવ્યા છે. આસિફનો આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર @erbmjha નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. જેમાં તેમણે અમેરિકા પર છેલ્લા 100 વર્ષથી વિશ્વભરમાં યુદ્ધો ભડકાવીને તેના શસ્ત્રોના વેપારને પ્રોત્સાહન આપવાનો સીધો આરોપ લગાવ્યો છે. તેમના આ નિવેદનથી ઇન્ટરનેટ પર હોબાળો મચી ગયો છે. 

અમેરિકા યુદ્ધ ભડકાવીને કમાણી કરે છે 

ખ્વાજા આસિફે વીડિયોમાં કહ્યું, 'અમેરિકાએ છેલ્લા 100 વર્ષમાં 260 યુદ્ધો લડ્યા છે, જ્યારે ચીન ફક્ત ત્રણમાં સામેલ હતું. અમેરિકા પૈસા કમાવાતું રહે છે, તેનો શસ્ત્ર ઉદ્યોગ વિશાળ છે અને તેના અર્થતંત્રનો મહત્ત્વપૂર્ણ ભાગ છે. એટલા માટે તે દુનિયાભરમાં સંઘર્ષ સર્જતું રહે છે. અફઘાનિસ્તાન, સીરિયા, ઇજિપ્ત, લિબિયા જેવા દેશો, જે એક સમયે સમૃદ્ધ હતા, હવે યુદ્ધો લડીને ગરીબ બની ગયા છે.

પાકિસ્તાની મંત્રીએ દાવો કર્યો છે કે અમેરિકા યુદ્ધોમાં બંને પક્ષોને ટેકો આપીને તેના શસ્ત્ર ઉદ્યોગને ધમધમતો રાખે છે, જેને તેઓ 'સ્થાપિત ઉદ્યોગ' માને છે.

આસિફના નિવેદન અંગે સોશિયલ મીડિયામાં ચર્ચા 

ખ્વાજા આસિફના આ નિવેદન પર સોશિયલ મીડિયા પર અલગ-અલગ પ્રતિક્રિયાઓ આવી રહી છે. કેટલાક લોકો તેમના નિવેદનની ટીકા કરી રહ્યા છે. તો કેટલાક લોકો પૂછી રહ્યા છે કે જ્યારે પાકિસ્તાનને F-16 ફાઇટર જેટ ખરીદવામાં અને અમેરિકા પાસેથી આર્થિક મદદ લેવામાં કોઈ વાંધો નથી, તો પછી હવે અમેરિકા પર આંગળી કેમ ઉઠાવે છે?

તો X પર એક યુઝરે કટાક્ષમાં લખ્યું છે કે, 'અમેરિકાને દોષ આપવો સહેલો છે, પરંતુ તેમનો પોતાનો દેશ એ જ અમેરિકા પાસેથી F-16 ખરીદવામાં ખુશ છે.'

રસપ્રદ વાત એ છે કે, કેટલાક લોકો આસિફના નિવેદનના મૂળ વિચાર સાથે સંમત હતા, પરંતુ તેમણે તેમની બેવડી વાત સામે પણ સવાલ ઉઠાવ્યા હતા. એક યુઝરે લખ્યું, 'સામાન્ય રીતે આ વ્યક્તિ બકવાસ કરે છે, પણ આ બાબતે સાચો છે.'

Tags :