Get The App

પાક. સઉદી વચ્ચે ન્યૂક્લિયર બોમ્બની મૈત્રીથી અમેરિકા ઘણું ચિંતાગ્રસ્ત

Updated: Sep 18th, 2025

GS TEAM

Google News
Google News
પાક. સઉદી વચ્ચે ન્યૂક્લિયર બોમ્બની મૈત્રીથી અમેરિકા ઘણું ચિંતાગ્રસ્ત 1 - image


- પાક. સઉદી વચ્ચે નાટો જેવા પારસ્પરિક સંરક્ષણ કરારો થયા, તેનું મૂળ કારણ હમાસ નેતાઓની બેઠક પર ઇઝરાયલી હુમલો : ખાડી દેશોને ભય તે છે

રીયાધ : સઉદી અરબસ્તાન અને પરમાણુ બોંબ ધરાવતા પાકિસ્તાન વચ્ચે મહત્વના કરારો થયા છે. તે પ્રમાણે એક દેશ ઉપર કોઈ બીજો દેશ આક્રમણ કરે તો તે આક્રમણ બંને ઉપર થયેલું માનવામાં આવશે. આ કરારો પશ્ચિમના દેશો વચ્ચે થયેલા નાટો કરારો સમાન છે. પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફ અને સઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને હસ્તાક્ષર કર્યા.

એક વરિષ્ટ સઉદી અધિકારીએ તેમનું નામ ન છાપવાની શરતે ધી ફાયનેન્શીયલ ટાઇમ્સને જણાવ્યું હતું કે, પરમાણુ શસ્ત્રો સાથેની સુરક્ષા આ કરારોનો એક ભાગ છે. જેમાં વિશિષ્ટ ખતરો લાગતા તમામ ડીફેન્સ અને મિલીટરી સાધનોનો ઉપયોગ કરાશે.

આ કરારો તેવે સમયે થયા છે કે જ્યારે થોડા દિવસો પૂર્વે જ કતારમાં હમાસ નેતાઓને નિશાન બનાવી, ઇઝરાયેલે હુમલો કર્યો હતો. ઇઝરાયલનાં આ કૃત્યથી ખાડી દેશોમાં અસલામતીની લહર પ્રસરી રહી છે. આ દેશો વર્ષોથી પોતાના સંરક્ષણ માટે અમેરિકા ઉપર જ નિર્ભર રહ્યા છે. પરંતુ અમેરિકા ખુલ્લે આમ ઇઝરાયેલને સહાય કરી રહ્યું છે, અને મધ્યપૂર્વમાં ઈઝરાયલ જ એક માત્ર પરમાણુ શસ્ત્ર ધરાવતો દેશ છે. તેણે ૭ ઓકટો. ૨૦૨૩માં હમાસે દક્ષિણ ઈઝરાયલ પર કરેલા હુમલા પછી ઈઝરાયલે ઇરાન, લેબેનોન, પેલેસ્ટાઇની વિસ્તારો, સીરીયા, કતાર અને અમન સુધી પ્રચંડ હુમલા કરે રાખ્યા છે.

અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં લાંબા સમયનો અનુભવ ધરાવતા પૂર્વ અમેરિકી ડીપ્લોમેટ, જલ્મય ખલીલ જાદે સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ ઠ ઉપર લખ્યું : પાકિસ્તાન પાસે પરમાણુ શસ્ત્રો અને ડીલીવરી સીસ્ટીમ છે. જે ઈઝરાયલ સહિત સંપૂર્ણ મધ્ય પૂર્વમાં કોઈ પણ લક્ષ્ય સુધી પહોંચી શકે તેમ છે.

બીજી તરફ નિવૃત્ત પાકિસ્તાની બ્રિગેડીયર જનરલ ફિરોઝ હસન ખાને પાકિસ્તાનના પરમાણુ શસ્ત્ર કાર્યક્રમ ઉપર લખેલા પોતાના પુસ્તક : ઇટીંગ ધી ગ્રાસ : મેકીંગ ઓફ ધી પાકિસ્તાની-બોંબ માં લખ્યું છે કે, 'સઉદી અરેબિયાએ પાકિસ્તાનને તે શરતે જ આર્થિક સહાય આપી હતી કે તેણે  સઉદી અરબને પણ પરમાણુ બોંબ બનાવવામાં સહાય કરવી.

જોકે, પછીથી પરમાણુ બોમ્બ બનાવવા માટે પાકિસ્તાન ઉપર કેટલાએ આર્થિક પ્રતિબંધો મુકવામાં આવ્યા હતા.

વિકીલિકસે આ અંગે એક ગજબની માહિતી આપી છે કે, સઉદી અરેબિયાએ પાકિસ્તાનને તે શરતે જ આર્થિક સહાય આપી હતી કે તેણે સઉદી-અરેબિયાને એટમ-બોંબ બનાવવામાં સહાય કરવી.

Tags :