થાઈલેન્ડ-કંબોડિયાના ફરી યુદ્ધવિરામની ટ્રમ્પની જાહેરાત
દુનિયામાં સંઘર્ષો-યુદ્ધો રોકવામાં સંયુક્ત રાષ્ટ્રની ભૂમિકા નહિવત્, મેં આઠ યુદ્ધો રોક્યા : ટ્રમ્પ
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર જણાવ્યું હતું કે, થાઈલેન્ડ અને કંબોડિયાનું યુદ્ધ હવે તુરંત રોકાઈ જશે અને બંને દેશ ફરીથી શાંતિથી રહેશે. આ નિર્ણય બંને દેશો વચ્ચે અગાઉથી નિશ્ચિત સંધિ મુજબ લેવાયો છે. ટ્રમ્પે બંને દેશોના નેતાઓની પ્રશંસા કરી અને કહ્યું કે, તેમણે વહેલા અને નિષ્પક્ષ રીતે સમાધાન કાઢ્યું. ટ્રમ્પે કહ્યું કે, અમેરિકાને ગર્વ છે કે તેણે બંને દેશ વચ્ચે શાંતિ જાળવવામાં મદદ કરી.
સંયુક્ત રાષ્ટ્રની ટીકા કરતા પ્રમુખ ટ્રમ્પે કહ્યું કે, દુનિયાના અનેક સંઘર્ષો અને યુદ્ધો રોકવામાં યુએન નિષ્ફળ રહ્યું છે. મારા બીજા કાર્યકાળના પહેલા ૧૧ મહિનામાં જ મેં આઠ યુદ્ધ રોકવામાં મદદ કરી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે પણ મેં જ યુદ્ધ રોક્યું હતું. હવે અમેરિકા જ સાચું સંયુક્ત રાષ્ટ્ર બની ગયું છે, કારણ કે યુએને આ બાબતોમાં કોઈ વિશેષ યોગદાન આપ્યું નથી. થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે ૭ ડિસેમ્બરથી ફરી યુદ્ધ શરૂ થયું હતું.


