World

અમેરિકા-ઈરાન વચ્ચે થશે 45 દિવસનું સીઝફાયર? ટ્રમ્પની ધમકી બાદ ચોંકાવનારો રિપોર્ટ, 48 કલાકમાં લેવાઈ શકે છે મોટો નિર્ણય

By GS TEAM
6 Apr 20262 mins read
TukuTouch Logo
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈરાન વચ્ચેનો વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. ટ્રમ્પે ઈરાનને મંગળવાર સુધીનું છેલ્લું અલ્ટીમેટમ આપતાં ચીમકી ઉચ્ચારી છે કે જો ઈરાન દ્વારા હોર્મુઝ સ્ટ્રેટ ખોલવામાં નહીં આવે, તો અમેરિકા ઈરાનના પાવર પ્લાન્ટ્સ અને પુલોને તબાહ કરી દેશે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર આક્રમક રીતે લખ્યું છે કે જો મંગળવાર રાત સુધીમાં કોઈ ઉકેલ નહીં આવે, અમેરિકા સીધા હુમલા કરશે. ટ્રમ્પે તો ત્યાં સુધી કહ્યું કે આ તબાહી બાદ ઈરાનને ફરીથી બેઠું થતાં 20 વર્ષ લાગશે અને જો તેઓ ભાગ્યશાળી હશે તો જ તેમનો દેશ બચશે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમેરિકા-ઈરાન વચ્ચે થશે 45 દિવસનું સીઝફાયર? ટ્રમ્પની ધમકી બાદ ચોંકાવનારો રિપોર્ટ, 48 કલાકમાં લેવાઈ શકે છે મોટો નિર્ણય
(IMAGE - IANS)

US-Iran Ceasefire: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈરાન વચ્ચેનો વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. ટ્રમ્પે ઈરાનને મંગળવાર સુધીનું છેલ્લું અલ્ટીમેટમ આપતાં ચીમકી ઉચ્ચારી છે કે જો ઈરાન દ્વારા હોર્મુઝ સ્ટ્રેટ ખોલવામાં નહીં આવે, તો અમેરિકા ઈરાનના પાવર પ્લાન્ટ્સ અને પુલોને તબાહ કરી દેશે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર આક્રમક રીતે લખ્યું છે કે જો મંગળવાર રાત સુધીમાં કોઈ ઉકેલ નહીં આવે, અમેરિકા સીધા હુમલા કરશે. ટ્રમ્પે તો ત્યાં સુધી કહ્યું કે આ તબાહી બાદ ઈરાનને ફરીથી બેઠું થતાં 20 વર્ષ લાગશે અને જો તેઓ ભાગ્યશાળી હશે તો જ તેમનો દેશ બચશે.

સીઝફાયર માટે પડદા પાછળની મથામણ

આ ભયાનક તણાવની વચ્ચે એક રાહતના સમાચાર પણ સામે આવ્યા છે. એક્સિઓસ(Axios)ના રિપોર્ટ મુજબ, અમેરિકા અને ઈરાન વચ્ચે 45 દિવસના સીઝફાયર માટે પડદા પાછળ વાતચીત ચાલી રહી છે. આ વાટાઘાટોમાં પાકિસ્તાન, મિસ્ર અને તૂર્કીયે જેવા દેશો મધ્યસ્થી કરી રહ્યા છે. અમેરિકન દૂત સ્ટીવ વિટકોફ અને ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી વચ્ચે ગુપ્ત રીતે સંદેશાઓની આપ-લે થઈ રહી હોવાનું પણ સામે આવ્યું છે. જોકે, આગામી 48 કલાકમાં કોઈ અંતિમ સમજૂતી થવાની શક્યતા ઓછી જણાઈ રહી છે, પરંતુ તેને યુદ્ધ રોકવાનો 'અંતિમ પ્રયાસ' માનવામાં આવે છે.

આ પણ વાંચો: અપશબ્દો બોલનારા ટ્રમ્પની ઈરાને મજાક ઉડાવી, ફોટો દ્વારા પૂછ્યું - 'આ ભૂલી ગયા કે શું?'

ટ્રમ્પે આખરી અલ્ટીમેટમ મંગળવાર રાત્રે 8 વાગ્યા સુધી લંબાવ્યું

બીજી તરફ, ઈરાને પણ ટ્રમ્પની આ ધમકીઓને હળવાશથી લીધી નથી. ઈરાની સંસદના સ્પીકર એમ. બી. ગાલિબાફે ટ્રમ્પના નિવેદનોને ફગાવી દેતાં વળતો પ્રહાર કર્યો છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે યુદ્ધ અપરાધો અને ધમકીઓથી અમેરિકાને કંઈ જ હાંસલ થવાનું નથી. ગાલિબાફે ઉમેર્યું કે આ ખતરનાક રમતનો એકમાત્ર ઉકેલ એ છે કે અમેરિકા ઈરાની લોકોના અધિકારોનું સન્માન કરે. હાલમાં ટ્રમ્પે પોતાની ડેડલાઇન 24 કલાક વધારીને મંગળવાર રાત્રે 8 વાગ્યા સુધીની કરી છે, જેના કારણે આખી દુનિયાની નજર હવે આ ડેડલાઇન પર ટકેલી છે.