World

અમેરિકાએ ગેરકાયદેસર વસતા 205 ભારતીયોને અમાનવીય રીતે પરત મોકલ્યા

By GS TEAM
24 Dec 20255 mins read
અમેરિકાએ ગેરકાયદેસર વસતા 205 ભારતીયોને અમાનવીય રીતે પરત મોકલ્યા

ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના  પ્રમુખ તરીકે હોદ્દો સાંભળ્યો તે સાથે જ અમેરિકામાં વસતા કે સરહદ પર પડાવ નાંખી  ઘુસવા માંગતા  અન્ય દેશના ગેરકાયદેસર રીતે વસતા નાગરિકોને પરત મોકલવાની ઝુંબેશ આરંભી. ભારતના ૨૦૫ આવા નાગરિકોને અમાનવીય રીતે વિશેષ કાર્ગો વિમનમાં હાથ અને પગમાં સાંકળ બાંધીને બેસાડવામાં આવ્યા હતાં. મહિલાઓ જોડે પણ આવો જ વર્તાવ કરવામાં આવ્યો હતો. ટ્રમ્પ સરકાર ભારતીયો વધુ રહેતા હોય તે વિસ્તારોમાં દરોડા પાડીને પણ આવા નાગરિકોને શોધે છે અને ખાસ ઉભી કરાયેલ જેલમાં પુરી ક્રમશઃ ભારત મોકલે છે.

આતંકી તવ્હહુર રાણાને અમેરિકાએ ભારતને સોંપ્યો

મુંબઈમાં ૨૦૦૮માં કસાબ અને પાકિસ્તાની આતંકવાદીઓ દ્વારા જે હુમલો થયો હતો તેમાં પડદા પાછળ તવ્હહુર રાણાની પણ ષડયંત્ર રચવામાં સંડોવણી બહાર આવી હતી.તે અને તેના સાથી ડેવિડ હેડલી  લશ્કર એ તૈઈબાને મદદ કરતા હતાં તે પાકિસ્તાન આર્મીમાં ડોક્ટર તરીકે સેવા આપતો હતો. તે પછી કેનેડા સ્થાયી થયો હતો અને તેના આધારે અમેરિકાના શિકાગો માં રહેવા લાગેલો. મુંબઈ ઉપરાંત અન્ય વૈશ્વિક આતંકવાદી હુમલામાં પણ તે પડદા પાછળ રહી તેનું ભેજું અજમાવતો. ૨૦૨૩માં જ તેની મુંબઈ પરના હુમલામાં  સંડોવણી અમેરિકામાં ચાલતી  એક અન્ય કેસની કાર્યવાહી દરમ્યાન બહાર આવી હતી અને તે ત્યાં જેલમાં રખાયેલો. ટ્રમ્પે સત્તા પર આવતા ભારતની માંગ સ્વીકારી હતી અને તવ્હહુર રાણા ભારતને સોંપવામાં આવ્યો છે. હાલ તે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી દ્વારા પુછપરછ કરવા જેલમાં ધકેલાયો છે.

ઈન્ડિગો એરલાઈન્સની સર્વિસ ક્રેશ થઇ : હજારો ફ્લાઇટ રદ અને મુસાફરોની નિરાશ્રિત જેવી હાલત 

નવેમ્બરનાં અંત ભાગથી ડિસેમ્બર  દરમિયાન ઈન્ડિગો એરલાઈન્સમાં  ફલાઈટ ડયુટીના નવા નિયમોનો અમલ કરવાની દાનત નહીં હોય કે પછી  પૂર્વ આયોજનના અભાવે પાયલોટ અને ક્રૂ સ્ટાફની તીવ્ર અછત સર્જાઈ અને  એરપોર્ટ પર અને મુસાફરોને પડેલી હાલાકીની  રીતે દેશવ્યાપી  અંધાધુંઘી સર્જાઈ.  ડીજીસીએને આપવામાં આવેલા આંકડાઓ મુજબ માત્ર નવેમ્બરમાં જ ૧,૨૩૨ ફ્લાઇટ રદ થઈ. ડિસેમ્બર ૩-૫ દરમ્યાન સંકટ ચરમસીમાએ પહોંચ્યુ અને બે હજાર ફ્લાઇટ રદ થઇ. અન્ય એરલાઈન્સે અનેક ગણા ભાડા વધારી દીધા અને  સરકારને વિશેષ રાહત પગલા તથા ૧૦ ટકા શેડયૂલ કપાત જેવા નિયમનકારી હસ્તક્ષેપ કરવો પડયો હતો. મુસાફરો લગ્ન પ્રસંગમાં જઈ ન શક્યા. કેટલાયની મહત્વની ધંધાની મિટિંગ રદ થઇ, વિઝા માટેના ઇન્ટરવ્યૂ ખોરવાયા, બીમાર લોકો  સારવાર માટે જઈ ન શક્યા. હજારો મુસાફરોની બેગ અને સમાન એરપોર્ટ પર પડયા રહ્યા. ઈન્ડિગો એરલાઈન્સે મુસાફરોને રિફંડ આપવું પડયું છે.

હાઇકોર્ટના જજ યશવંત વર્માને ઘેરથી રૂ. 15 કરોડ જેટલી રોકડ રકમ મળી આવી

દિલ્હી હાઇકોર્ટના જજ યશવંત શર્માના નિવાસ સ્થાને મોટી આગ લાગતા અગ્નિશામક દળ આગ બુઝાવવા પહોંચી ગયું હતું તેઓ સ્ટ્રોંગ રૂમની આગ તરફ ગયા તો જંગી રકમની બળી ગયેલી અને અર્ધ બળી ગયેલી રોકડ રકમ મળી આવી હતી. તેના કલોસ સકટ કેમેરાના દ્રશ્યો પણ વાઈરલ બન્યા. દિલ્હીથી તરત તેમની અલ્હાબાદ હાઇકોર્ટમાં તપાસ પુરી ન થાય ત્યાં સુધી બદલી કરવામાં આવી કેમ કે યશવન્ત વર્માએ પોતે નિર્દોષ છે તેમ કહી કેસને પડકાર્યો હતો. આઘાતજનક વાત એ છે કે યશવંત વર્માની હકાલપટ્ટી થઇ શકી નથી અને તેમણે રાજીનામુ આપવાનો ધરાર ઇન્કાર કર્યો છે. મહાભીયોગ પણ કાયદાકીય ગૂંચને લીધે શક્ય નથી. એવું મનાય છે કે સંસદમાં જ સાંસદો તેમનું ભાવિ ઠરાવ બહાર પડી નક્કી કરશે. જસ્ટિસ વર્મા બચાવમાં કહે છે કે મેં કે મારાં પરિવારજનોએ આ રોકડ મૂકી જ નથી. કોણ મૂકી ગયું તે ખબર નથી!

દિલ્હીમાં લાલ કિલ્લા નજીક બ્લાસ્ટ 15ના મૃત્યુ : ડોક્ટર આતંકવાદી બન્યા

૧૦ નવેમ્બર ૨૦૨૫ના રોજ લાલ કિલ્લા નજીક કાર બ્લાસ્ટ થતાં ૧૫ વ્યક્તિઓના મૃત્યુ થયા હતાં અને , ૨૦ ઘાયલ થયા હતાં. ચોંકાવનારી વાત એ હતી કે  ડોક્ટર ઉમર-ઉન-નાબી મુખ્ય આરોપી હતાં.તેઓનું તબીબી અભ્યાસ દરમ્યાન કટ્ટર પંથીમાં રૂપાંતર થયું હતું. અન્ય બે ડોક્ટરોની પણ ધરપકડ થઇ હતી.એન. આઈ. એ. દ્વારા  ૩ ટન વિસ્ફોટક પકડાયો હતો.જે માટે બીજા ચારની  ધરપકડ કરવામાં આવી હતી. તપાસ દરમ્યામ  જેશ-એ-મુહમ્મદની લિંક પણ બહાર આવી. ખરેખર તો દિલ્હીમાં જુદી જુદી જગ્યાએ કાર બોમ્બેથી ધમાકા કરવાની યોજના આ મોડયુલની હતી. હવે શિક્ષત, બૌદ્ધિક અને વ્હાઇટ કોલર ટેરરીઝમનો નવો પડકાર સર્જાયો છે.

મુંબઈમાં મરાઠા અનામત આંદોલન : સરકારને ઝુકવું પડયું

મરાઠા અનામત આંદોલનની નેતાગીરી મનોજ જરાંગેના હાથમા રહેતી હોય છે. તેણે મુંબઈના આઝાદ મેદાન પર સમગ્ર  મહારાષ્ટ્રમાંથી અનામત માટેના દાવેદારોને રેલીમાં જોડાવા આહવાન આપ્યું હતું. સમગ્ર મુંબઈનો રેલ અને લોકલ ટ્રેન માર્ગ, હાઈ વે બધું જ હજારો આંદોલનકારીઓથી ભરચક થઇ ગયું. મુંબઈમાં કેટલાક દિવસો ટ્રાફિક જામ થતા નાગરિકો ત્રાસી ગયા. કોર્ટે પણ જરાંગે અને આંદોલનકારીઓ ને આઝાદ મેદાન ખાલી કરવાનું  અલ્ટીમેટમ આપી આંદોલનને ગુનાઈત ગણાવ્યું પણ તેના બે દિવસ પહેલા જ મહારાષ્ટ્ર સરકારે અનામત આંદોલનની માંગ સ્વીકારતા વધુ ૧૦ ટકા ઉમેરાયા અને આમ હવે ૬૨ ટકા અનામત રહેશે. મનોજ જરાંગે અનામત નાગરિક સમુદાયના હીરો બની ગયા. આ તગડી વોટ બેન્ક પણ હોઇ સરકારને ઝુકવું પડયું.

આસામના લેજેન્ડ સમાન લોકલાડીલા ગાયક ઝૂબીન ગર્ગનું 

આકસ્મિક નિધન : અંતિમ દર્શન માટે 15 લાખ ચાહકો ઉમટી પડયા 

૧૯ સપ્ટેમ્બર ૨૦૨૫ના રોજ સિંગાપુરમાં સ્કુબા ડાઈવિંગ દુર્ઘટનામાં દરિયામાં ડૂબી જતા આસામના લેજેન્ડ અને કલ્ટ જેવી લોકપ્રિયતા ધરાવતા ગાયક ઝુબીન ગર્ગનું મૃત્યુ થયું. ૨૩ સપ્ટેમ્બરે ગુવાહાટીમાં ૧૦-૧૫ લાખ લોકોએ અંતિમ વિદાય આપી. સ્ટેડિયમમાં તેના દર્શન માટે તે અગાઉ ૧૫ લાખ ચાહકો ઉમટી પડયા. કમારકુચીમાં અંતિમ સંસ્કાર થયા હતાં.. ભસ્ હિમંતા બિસ્વા સર્માએ ૩ દિવસ રાજ્ય શોક જાહેર કર્યો હતો., ૬.૨ એકર જમીન તેના મેમોરિયલ માટે ફાળવાઈ  છે.  'માયાબીની' ગીત પણ તેની યાદમાં સમગ્ર આસામમાં ગવાયું. જો કે ઝૂબીનના ચાહકોએ ઝૂબીનની હત્યાં થઇ છે તેમ શંકા કરીને તપાસની માંગ કરી. સિંગાપોરમાં તેના  સંગીત કાર્યક્રમના આયોજક, મેનેજર અને અંગત સ્ટાફની અટકાયત કરી પૂછપરછ થઇ રહી છે પણ અકસ્માત હોય તેવું વધુ લાગે છે.