Get The App

અમેરિકામાં ભારે બેરોજગારી, ગ્રેજ્યુએટને પણ નોકરી મેળવવી મુશ્કેલ, અર્થશાસ્ત્રીઓ ચિંતિત

Updated: Jun 27th, 2025

GS TEAM

Google News
Google News
US Unemployment Graduates Struggle
(AI IMAGE)

US Unemployment Graduates Struggle: અમેરિકાના કોલેજ ગ્રેજ્યુએટ્સ આ વખતે દાયકાના સૌથી આકરા જોબ માર્કેટનો સામનો કરી રહ્યા છે. તેનું કારણ એ છે કે અમેરિકન કંપનીઓ જોઈએ તેટલી ઝડપથી હાયરિંગ કરી રહી નથી. અમેરિકામાં 22થી 27 વર્ષની વયના લોકોમાં બેરોજગારીનો દર છેલ્લા કેટલાય વર્ષોની ટોચની સપાટીએ પહોંચી ગયો છે. આ જૂથમાં બેરોજગારી પ્રવર્તમાન બેરોજગારી દર કરતા ઘણી ઊંચી અને ત્રણ દાયકા કરતાં પણ વધુ સમયના સર્વોચ્ચ સ્તરે છે. 

ટ્રમ્પ દ્વારા વધારવામાં આવેલા ટેરિફના કારણે આર્થિક અનિશ્ચિતતા વધી 

જ્યારે એક સમય હતો જ્યારે સ્ટુડન્ટ કોલેજમાંથી નીકળે ત્યારે ભરતી થઈ જતી હતી. બેરોજગારીમાં થયેલા આ વધારાએ અર્થશાસ્ત્રીઓ સાથે ફેડ રિઝર્વના અધિકારીઓને પણ ચિંતામાં મૂકી દીધા છે. બેરોજગારીમાં વધારો તે અર્થતંત્ર મુશ્કેલીમાં હોવાના સંકેતો છે. આ સૂચવે છે કે ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા વધારવામાં આવેલા ટેરિફના કારણે વધેલી આર્થિક અનિશ્ચિતતાના કારણે કંપનીઓ નવી ભરતી કરવાનું ટાળી રહી છે, તેના કારણે વૃદ્ધિદર ધીમો પડ્યો છે. 

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની વૃદ્ધિના કારણે પણ અસર થઈ રહી છે 

લેબર ફોક્સ વિન્ક ટેન્ક અપજોહન ઇન્સ્ટિટ્યુટના સીનિયર ઈકોનોમિસ્ટ બેડ હસ્પેંસને જણાવ્યું હતું કે આર્થિક અનિશ્ચિતતાનો ભાગ યુવાનો બની રહ્યા છે. આર્થિક સ્થિતિમાં અનિશ્ચિતતા પ્રવર્તતી હોય ત્યારે એન્ટ્રી લેવલ પોઝિશન પર ભરતીઓ કરવામાં આવતી નથી.

તેમા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની વૃદ્ધિએ પણ થોડી ઘણી ભૂમિકા ભજવી હોવાનું કહેવાય છે. તે આવી કેટલીય વ્હાઇટ કોલર જોબ જેવી કે કોલ સેન્ટર જેવી જોબ ખાઈ ગયું હોવાનું મનાય છે. હવે તે આઈટી, ફાઈનાન્સ અને લો જેવા સેક્ટરમાં પણ નોકરીઓ ખતમ કરી રહ્યું છે.

યુવાનોમાં કોલેજ ડિગ્રીનું મૂલ્ય ઘટ્યું  

યુવા સ્નાતકોમાં બેરોજગારીના ઊંચા દરે યુવાનોમાં કોલેજ ડિગ્રીના મૂલ્ય અંગે ચિંતા ઊભી કરી છે. વધુને વધુ કામદારો પાસે ચાર વર્ષની ડિગ્રી જાણે હેવ જોબ એપ્લિકેશનમાં કોઈ ફેર પાડતી નથી. જેપી મોર્ગન ખાતેના અર્થશાસ્ત્રી મુરત ટાસીની ગણતરી હતી કે લગભગ 45% વર્કર પાસે ચાર વર્ષની ડિગ્રી છે, જે 1992ના 29% કરતાં ઘણી વધારે છે.

આ પણ વાંચો: 'ભારત વિરુદ્ધ યુદ્ધમાં ચીને કરી હતી મદદ...', પાકિસ્તાનના રક્ષા મંત્રીની ચોંકાવનારી કબૂલાત

અમેરિકામાં બેરોજગારી  દર તો હજી પણ 4.2% જેટલો નીચો છે, નવી જોબનું સર્જન પણ થઈ રહ્યું છે, પરંતુ ફર્સ્ટ ટાઈમ જોબવાળા માટે સ્થિતિ અત્યંત કપરી છે. આ રીતે કુલ જોબની તુલનાએ નવું હાયરિંગ જોઈએ તો તે વર્ષ 2014ના સ્તરે પહોંચી ગયું છે જે સમયે બેરોજગારીનો દર 6.2% જેટલો ઊંચો હતો. 

અમેરિકામાં ભારે બેરોજગારી, ગ્રેજ્યુએટને પણ નોકરી મેળવવી મુશ્કેલ, અર્થશાસ્ત્રીઓ ચિંતિત 2 - image

Tags :