અમેરિકાએ વિદેશી વિદ્યાર્થીઓને આપી ખુશખબર, સ્થગિત પ્રક્રિયા ફરી શરૂ કરી, જાણો વિઝા માટેની નવી શરતો
Students Visa-USA : અમેરિકાએ વિદેશી વિદ્યાર્થીઓને ખુશખબર આપી છે. અમેરિકાના વિદેશ વિભાગે ગત બુધવારે જણાવ્યું હતું કે, વિઝા માટે અરજી કરનારા વિદેશી વિદ્યાર્થીઓ માટે સ્થગિત પ્રક્રિયા ફરી શરૂ કરી રહ્યું છે. પરંતુ હવે બધા અરજદારોએ સરકારી સમીક્ષા માટે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ 'અનલોક' રાખવા પડશે. વિભાગે જણાવ્યું હતું કે, કોન્સ્યુલેટ અધિકારીઓ એવી પોસ્ટ્સ અને સંદેશાઓ પર નજર રાખશે જે યુનાઇટેડ સ્ટેટ્સ, તેની સરકાર, સંસ્કૃતિ, સંસ્થાઓ અથવા સંસ્થાપક સિદ્ધાંતો માટે પ્રતિકૂળ તરીકે અર્થઘટન કરી શકાય છે.
આ રહેશે વિઝા માટેની નવી શરતો
એક નોટિસમાં વિદેશ વિભાગે જણાવ્યું હતું કે, તેમણે વિદ્યાર્થી વિઝાની પ્રક્રિયામાં ગત મે મહિનામાં લગાવેલી રોકના આદેશને રદ કરી દીધો છે. પરંતુ વિઝા મેળવવા માટે નવા અરજદારો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ 'સાર્વજનિક' કરવા અને અમેરિકાની સરકારીની સમીક્ષા કરવાની અનુમતિ આપવામાં નકારે છે તો તેમનું આવેદન રદ કરી દેવાશે.
આ પણ વાંચો: ઈરાન-ઈઝરાયલ યુદ્ધમાં અમેરિકા પણ ઝંપલાવશે! ફાઈટર જેટ રવાના, નેવી પણ એક્શનમાં
તેમણે જણાવ્યું કે, અનુમતિ ન આપનારા વિદ્યાર્થીઓ એ વાતનો સંકેત આપે છે કે, તેઓ ઓનલાઈન પ્રવૃત્તિઓને છુપાવવાની કોશિશ કરી રહ્યા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, ટ્રમ્પ વહીવટીતંત્રે ગયા મહિને યુનાઇટેડ સ્ટેટ્સમાં અભ્યાસ કરવાની આશા રાખતા વિદેશી વિદ્યાર્થીઓ માટે નવા વિઝા ઇન્ટરવ્યુનું સમયપત્રક અસ્થાયી રૂપે અટકાવી દીધું હતું. કારણ કે, તે સોશિયલ મીડિયા પર તેમની પ્રવૃત્તિ પર દેખરેખ વધારવાની તૈયારી કરી રહ્યું હતું.
વિદ્યાર્થીઓને વિઝા ઇન્ટરવ્યૂ શેડ્યૂલ કરવાની પ્રક્રિયા શરૂ થવાની રાહ
દુનિયાભરના અનેક વિદ્યાર્થીઓ યુએસ કોન્સ્યુલેટ્સ વિઝા ઇન્ટરવ્યૂ શેડ્યૂલ કરવાની પ્રક્રિયા ફરી શરૂ કરે તેની રાહ જોઈ રહ્યા છે. કારણકે શૈક્ષણિક વર્ષ શરૂ થતાં પહેલા વિદ્યાર્થીઓને મુસાફરી માટે ટિકિટ બુકિંગ અને ત્યાં રહેવા માટેની વ્યવસ્થા કરવામાં સમય પછી બહુ ઓછો રહે છે. તમને જણાવી દઈએ કે, ગત બુધવારે ટોરંટોમાં 27 વર્ષીય એક પીએચડી વિદ્યાર્થીને વિઝા ઈન્ટરવ્યૂ માટે આગલા અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો છે. આ ચીની વિદ્યાર્થીને જુલાઈના અંતમાં શરૂ થનારી રિસર્ચ ઇન્ટર્નશિપ માટે યુએસ જવાની આશા છે.
જ્યારે ચીન, ભારત, મેક્સિકો અને ફિલિપાઇન્સના વિદ્યાર્થીઓએ સોશિયલ મીડિયા સાઇટ્સ પર પોસ્ટ કરી હતી કે, તેઓ વિઝા બુકિંગ વેબસાઇટ્સ પર નજર રાખી રહ્યા છીએ અને ઇન્ટરવ્યૂ માટે સમય ફાળવવાની પ્રક્રિયા ક્યારે ફરી શરૂ થઈ શકે છે તે જાણવા માટે સ્ટેટ ડિપાર્ટમેન્ટની પ્રેસ બ્રીફિંગ પર નજર રાખી રહ્યા છીએ. મળતી માહિતી મુજબ, વિઝા પ્રક્રિયા ફરી શરૂ કરતી વખતે, સ્ટેટ ડિપાર્ટમેન્ટે કોન્સ્યુલેટ્સને એવા વિદ્યાર્થીઓને પ્રાથમિકતા આપવા પણ કહ્યું હતું કે, જેઓ એવી કોલેજોમાં પ્રવેશ મેળવવા માંગે છે જ્યાં વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા 15 ટકાથી ઓછી હોય.