ઇઝરાયેલ સાથે અમેરિકા, ફ્રાંસ, બ્રિટન વગેરે છે, ઇરાનને રશિયા, ચીન માત્ર મુખેથી જ પુષ્ટિ આપે છે
- આ મહાયુદ્ધે વિશ્વને બે છાવણીમાં વહેંચી નાખ્યું છે
- રશિયા, ચીન ઇરાનને સીધી રીતે સહાય કરી શકે તેમ જ નથી, રશિયા યુક્રેનમાં ફસાયું છે ચીન તાઈવાન કબ્જે કરવા ઝાવાં નાખે છે
નવી દિલ્હી : ઇઝરાયલ ઇરાન જંગે દુનિયાને બે છાવણીમાં વહેંચી નાખી છે. ઇરાન સામેનાં યુદ્ધમાં ઇઝરાયલનાં સમર્થનમાં, યુ.એસ., યુક્રે, ફ્રાંસ, બ્રાઝિલ, મેક્સિકો છે. ્જ્યારે ઇરાનના સહાયકો છે. સમર્થ રશિયા અને મહાબલિ ચાયના, પાકિસ્તાન, લેબેનોન, નોર્થ કોરિયા, આર્મેનિયા, બેલારૂસ, આર્મેનિયા અને યમન ઇરાનને સાથ આપે છે. આમા આ યુદ્ધે વિશ્વને બે છાવણીમાં વહેંચી નાખ્યું છે.
સૌથી વધુ ઉલ્લેખનીય વાત તે છે કે ઇઝરાયલને સહાય કરવા અમેરિકાએ સ્ટીમરો ભરી શસ્ત્રો તો મોકલ્યાં જ છે પરંતુ સાથે ચૂંટેલા શ્રેષ્ઠ સૈનિકોની ટુકડીઓ પણ મોકલી છે. તેણે તેનાં સૌથી ખતરનાક બોમ્બર બી-ટુ-સ્પીરિટની સ્ક્વોડન્સ ડીયાગો ગાર્શિયામાં તૈનાત રાખી છે. જો અમેરિકા હુમલો કરશે તો તે ઇરાનના સર્વોચ્ચ નેતા આયાતોલ્લા ખામેની અને ઇરાનનાં ફોર્ડો પરમાણુ સંકૂલને ધ્વસ્ત કરી નાખવા એક પગે થઇ રહ્યું છે.
બીજી તરફ ઇરાનની વાત કરીએ તો ચીન અને રશિયા, ઇરાનને સાથ આપવાનું વચન તો આપે છે પરંતુ તે માત્ર લિપ સિમ્પથી જ છે. મોઢાંની વાતો કરે છે. ઠીક છે ચીને થોડાં હથિયારો મોકલ્યા છે પરંતુ બેમાંથી એક પણ દેશે તેનો એક પણ સૈનિક મોકલ્યો નથી.
ઇરાને તો તેવો દાવો કર્યો હતો કે જો ઇઝરાયલ ઇરાન પર એટમ બોમ્બ ફેંકશે તો પાકિસ્તાન ઇઝરાયલ ઉપર એટમ બોમ્બ નાખશે. પરંતુ આ બધી વાતો હવામાં જ ઉડી ગઈ છે. પાકિસ્તાને જ ઇરાનના તે દાવાને ખોટો દર્શાવ્યો હતો.
ચીન અને રશિયા મોઢાંની જ વાતો કરે છે. તેઓ સીધી રીતે મદદ કરતા નથી. તેનું એક કારણ વૈશ્વિક સંકટની સંભાવનાથી તેઓ ડરે છે. સાથે તે પણ હકીકત છે કે રશિયાના હાથ યુક્રેનમાં બંધાયેલા છે. જ્યારે ચીન તાઈવાન કબ્જે કરવા મથી રહ્યું છે.
વાત આયાતોલ્લાહ અલિ ખામેનીની લઇએ જો તેમની હત્યા પ્રચંડ બોમ્બ કે મિસાઇલ દ્વારા પણ કરવામાં આવે તો ઇરાન સર્વોચ્ચ નેતાગીરી વિનાનું બની જાય. કોઈ કોઈનું ન રહે તેવી ભયાવહ સ્થિતિ ઉપસ્થિત થઇ જાય. બંનેને બીજી મુશ્કેલી તે છે કે રશિયાના હાથ યુક્રેનમાં બંધાયેલા છે. જ્યારે ચીનની નજર તાઈવાન ગળી જવા ઉપર છે. આ સંયોગોમાં તેઓ ઇરાનને સહાય કરી શકે તેમ નથી. કદાચ સહાય કરે તો પહેલાં ચીને મોકલેલાં ૩ પ્લેનથી વધુ નહી કરી શકે. ટૂંકમાં ઇરાન કોકડું ગુંચવાઈ ગયું છે, ભારે ગૂંચવાયું છે.