અમેરિકાએ 10 હજાર કિ.મી. દૂર મુસ્લિમ દેશ પર મિસાઇલ્સ ઝીંકી : ખ્રિસ્તીઓ ઉપર જુલ્મ કરાતો હોવાનો આક્ષેપ કર્યો

- આપણે 'ક્રૂઝેડસ' યુગમાં પ્રવેશી રહ્યા છીએ ?
- ક્રિસમસના દિવસે જ 25 ડિસેમ્બરે નાઈજીરિયાના ઉત્તર પશ્ચિમ વિસ્તારમાં 'ઈસ્લામિક સ્ટેટ' (ખિલાફત) વાદીઓ ઉપર ઘાતક હુમલા કરાયા
નવી દિલ્હી : જ્યારથી ડોનાલ્ડ ટ્રમ્પે કાર્યભાર સંભાળ્યો છે, ત્યારથી અમેરિકાની સેના શાંત બેઠી નથી. દર બીજા દિવસે ટ્રમ્પ પોતાનાં 'વોર-પ્લેન' મોકલી રહ્યા છે. તા. ૨૫ ડીસેમ્બરે તેઓએ કહ્યું : 'અમેરિકાએ નાઇજીરિયામાં પોતાનાં વોર-પ્લેન' મોકલ્યા છે અને ત્યાંના આતંકીઓ ઉપર પ્રબળ અને ઘાતક હુમલા કર્યા છે. આ હુમલા એટલા માટે કરવામાં આવ્યા છે કે, એ આતંકીઓ નાઇજીરિયામાં ઈસાઇઓને ત્રાસ આપી રહ્યા છે અને તેમની હત્યાઓ પણ કરી રહ્યા છે.
મહત્ત્વની વાત તો તે છે કે, આ હુઝા નાઈજીરિયા સરકાર સાથે સહકાર અને સંકલન સાધ્યા પછી કરવામાં આવ્યા છે. કારણ કે, ત્યાં ખ્રિસ્તીઓ ઉપર હુમલા થઈ રહ્યાં છે. તેમ ટ્રમ્પે ટ પર લખ્યું છે.
તેઓએ વધુમાં લખ્યું કમાન્ડર-ઈન-ચીફ તરીકે મેં આપેલી સૂચના પ્રમાણે અમેરિકન વિમાન દળે ઉત્તર-પશ્ચિમ નાઇજીરિયામાં આઈએસઆઈએસ (ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સીરીયા (ખિલાફત) વાદીઓ ઉપર પ્રચંડ અને ઘાતક હુમલા કર્યા હતા. કારણ કે તેઓ નિર્દોષ ખ્રિસ્તીઓ ઉપર હુમલા કરી તેમને ત્રાસ આપી રહ્યા છે, કેટલાયેની હત્યા પણ કરી છે. તેઓ ખ્રિસ્તીઓની અતિ ક્રૂર રીતે હત્યા કરે છે. તેના જવાબમાં તેમણે સદીઓથી નહીં જોયા હોય તેઓ આ પ્રમાણેનો સામનો કરવો પડશે.
નાઇજીરિયામાં ૨૦૨૦ સુધીમાં મુસ્લીમો બહુસંખ્ય (૫૬.૧ ટકા) હતા, ખ્રિસ્તીઓ ૪૩.૪ ટકા હતા. અન્ય ધર્મીઓ ૦.૬ ટકા હતા. નાઇજીરિયામાં મુસ્લીમો અને ખ્રિસ્તીઓ બંનેની સંખ્યા વધતી ગઈ છે. ૨૦૧૦ થી ૨૦૨૦ સુધીમાં મુસ્લીમોની વસ્તીમાં ૩૨ ટકાનો વધારો થઈ ૧૨૦ મિલિયન થઈ ગઈ. ખ્રિસ્તીઓ ૨૫ ટકા વધ્યા. તેમની સંખ્યા ૯૩ મિલિયન થઈ છે. નાઇજીરિયામાં કટ્ટરપંથીઓ ખિલાફત સ્થાપવા માગે છે. ખ્રિસ્તીઓને તે સ્વીકાર્ય નથી તેમાંથી આ હુમલા શરૂ થયા છે. કેટલાક નિરીક્ષકો પૂછે છે કે, આપણે મધ્યયુગ સમયના ક્રૂઝેડ યુગમાં પ્રવેશી રહ્યા છીએ ? જેમાં ખ્રિસ્તીઓ અને મુસ્લિમો વચ્ચે યુદ્ધો થતાં હતાં.








