World

દક્ષિણ ચીન સાગરમાં અમેરિકાએ બે યુધ્ધ જહાજ ગોઠવ્યા, ચીન અને વિયેતનામના જહાજની ચાલી હતી ટક્કર

By GS TEAM
13 Aug 20252 mins read
દક્ષિણ ચીન સાગરમાં અમેરિકાએ બે યુધ્ધ જહાજ ગોઠવ્યા, ચીન અને વિયેતનામના જહાજની ચાલી હતી ટક્કર

વોશિંગ્ટન,૧૩ ઓગસ્ટ,૨૦૨૫,બુધવાર 

અમેરિકાએ દક્ષિણ ચીન સાગરના વિવાદિત ક્ષેત્રમાં કેટલાક સમયથી બે યુધ્ધ જહાજો તૈનાત કર્યા છે. જહાજનું સ્થળ દક્ષિણ ચીન સાગરના વિવાદિત તટવર્તી વિસ્તાર છે. તાજેતરમાં બે દિવસ પહેલા ફિલિપાઇન્સના નાના બે જહાજોને ભગાડવા માટે ચીની નૌ સેના અને ચીની તટ રક્ષકદળોના બે જહાજની ટક્કર થઇ હતી. આ ઘટનાનો વીડિયો બહાર પડયા પછી પશ્ચિમી અને એશિયાઇ દેશોમાં ચિંતા પેદા થઇ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર અમેરિકાનું સ્કારબોરો શોલથી જહાજ લગભગ ૩૦ સમુદ્રી માઇલ દૂર યુએસએસ હિગિંસ અને યુએસએ સિનસિનાટી લાવી દીધું છે. ફિલીપીન તટરક્ષક ફોર્સના કમોડોર જે ટેરિએલાએ અમેરિકી અધિકારીઓ અને એક ફિલીપીંસ તકેદારી ફલાઇટ પાસેથી મળેલી માહિતી અનુસાર કોઇ પણ અપ્રિય ઘટનાની ખબર મળી નથી.  ચીની નૌસેના અને તટરક્ષક દળોએ બે જહાજ સ્કારબોરોથી લગભગ ૧૦.૫ નોટિકલ માઇલ દૂર એક નાના ફિલીપાઇની જહાજ બીઆરપી સુલુઆનને રોકવાનો પ્રયાસ કરતા કમનસીબે ટકરાયા હતા. જાપાન, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડે બુધવારના રોજ બનેલી આ ખતરનાક ઘટના પર ચિંતા વ્યકિત કરી હતી. આ ટક્કર સૌથી કારોબારની દ્વષ્ટીએ સૌથી વ્યસ્ત રહેતા વૈશ્વિક માર્ગ ક્ષેત્રમાં થઇ હતી. 

ચીન અને ફિલીપાઇન્સ બંને દક્ષિણ ચીન સાગરમાં સ્કારબોરો શોલ અને અન્ય બાહરી ક્ષેત્રો પર પોતાનો દાવો કરે છે. વિયેતનામ,મલેશિયા, બુ્રનેઇ અને તાઇવાને પર આ વિવાદિત જળક્ષેત્ર પર પોત પોતાનો દાવો કરતા રહે છે. અત્રે ઉલ્લેખનીય છે કે સ્કવાડ રક્ષા ગઠબંધન છેલ્લા કેટલાક સમયથી સક્રિય છે જેમાં જેનો ઉદ્દેશ ચીનની આક્રમકતાનો સામનો કરવાનો છે. અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા અને વિયેતનામ ઉપરાંત દક્ષિણ ચીન સાગરમાં ચીન સામેની રણનીતિ માટે દક્ષિણ કોરિયા અને ભારત પણ મહત્વના છે.