Get The App

'બર્ન અ ટેસ્લા: સેવ ડેમોક્રસી...', અમેરિકામાં ઈલોન મસ્ક વિરુદ્ધ ઉગ્ર દેખાવો, DOGE સાથે કનેક્શન

Updated: Mar 2nd, 2025

GS TEAM


Google News
Google News
'બર્ન અ ટેસ્લા: સેવ ડેમોક્રસી...', અમેરિકામાં ઈલોન મસ્ક વિરુદ્ધ ઉગ્ર દેખાવો, DOGE સાથે કનેક્શન 1 - image


Protests Against Elon Musk in America: અમેરિકાના બોસ્ટનમાં ટેસ્લાના માલિક ઈલોન મસ્ક સામે દેખાવ થઈ રહ્યો છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ફેડરલ ખર્ચમાં ઘટાડો કરવાના પ્રયાસોના ભાગ રૂપે ઈલોન મસ્ક દ્વારા લેવામાં આવેલા પગલા સામે વિરોધઓએ પ્રદર્શન કર્યું હતું. 

ટેસ્લા સામે સતત દેખાવ થઈ રહ્યા છે

કાર કંપનીના વેચાણ પર નકારાત્મક અસર કરવા અને ઈલાન મસ્કના ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટ એફિશિયન્સી (DOGE) સામે વિરોધને વધુ તીવ્ર બનાવવાના પ્રયાસમાં દેખાવકારો દ્વારા ઘણાં અઠવાડિયાથી ટેસ્લા સામે દેખાવ કરી રહ્યા છે. નવેમ્બરમાં ડોનાલ્ડ ટ્રમ્પને જબરદસ્ત વિજય મળ્યો ત્યારથી ડેમોક્રેટિક પાર્ટી સતત આ રીતે દેખાવ કરીને પાર્ટીમાં ઊર્જા ભરવાનો પ્રયાસ કરી રહી છે.

'અમે ઈલોન મસ્ક સામે બદલો લઈશું'

શનિવારે (પહેલી માર્ચ) બોસ્ટનમાં દેખાવ કરી રહેલા મેસેચ્યુસેટ્સના 58 વર્ષીય નાખન ફિલિસ્પે જણાવ્યું હતું કે, 'અમે ઈલોન મસ્ક સામે બદલો લઈ શકીએ છીએ. દરેક જગ્યાએ શોરૂમમાં જઈને અને ટેસ્લાનો બહિષ્કાર કરીને કંપનીને સીધું આર્થિક નુકસાન પહોંચાડી શકીએ છીએ.' નોંધનીય છે કે, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્દેશો પર ઈલોન મસ્ક ફેડરલ ખર્ચ અને કાર્યબળમાં મોટો કાપ મૂકવા માટે પગલાં લઈ રહ્યા છે અને તેમનો દલીલ છે કે ટ્રમ્પની જીતથી પ્રમુખ અને તેમને યુએસ સરકારનું પુનર્ગઠન કરવાનો આદેશ મળ્યો છે.

9 લોકોની ધરપકડ કરવામાં આવી

ઉલ્લેખનીય છે કે, ન્યુયોર્ક શહેરમાં ટેસ્લાની બહાર થયેલા હિંસક દેખાવ મામલે 9 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યાનુસાર, આ દેખાવમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

'બર્ન અ ટેસ્લા: સેવ ડેમોક્રસી...', અમેરિકામાં ઈલોન મસ્ક વિરુદ્ધ ઉગ્ર દેખાવો, DOGE સાથે કનેક્શન 2 - image

Tags :