Get The App

VIDEO : અમેરિકાનાં ન્યૂયોર્ક સિટી ક્લબ પાસે આડેધડ ફાયરિંગ, ત્રણ લોકોના મોત, 8ને ઈજા

Updated: Aug 17th, 2025

GS TEAM

Google News
Google News
VIDEO : અમેરિકાનાં ન્યૂયોર્ક સિટી ક્લબ પાસે આડેધડ ફાયરિંગ, ત્રણ લોકોના મોત, 8ને ઈજા 1 - image


New York City Restaurant Mass Shooting : અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં રવિવારે વહેલી સવારે એક ભીડભાડવાળા ક્લબમાં ગોળીબારની ઘટના બની, જેમાં 3 લોકોના મોત થયા છે અને 8 અન્ય લોકો ઘાયલ થયા છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે અને હુમલાખોરોની સંખ્યા એકથી વધુ હોવાની શક્યતા વ્યક્ત કરી છે.

હુમલાખોરોએ અનેક હથિયારોથી ગોળીબાર કર્યો

ન્યૂયોર્ક પોલીસ વિભાગ (NYPD)ના કમિશનર જેસિકા ટિશે જણાવ્યું કે, તપાસકર્તાઓનું માનવું છે કે હુમલાખોરો એકથી વધુ હોઈ શકે છે. હુમલાખોરોએ બ્રુકલિનના ક્રાઉન હાઇટ્સ સ્થિત 'ટેસ્ટ ઓફ ધ સિટી લાઉન્જ'માં થયેલા વિવાદ બાદ અનેક હથિયારોથી અંધાધૂંધ ગોળીબાર કર્યો છે, જેમાં 3 લોકોના મોત થયા છે.

વાહનોને પણ ભારે નુકસાન

પોલીસની ટીમને સવારે 3.30 વાગ્યાની આસપાસ ગોળીબારની માહિતી મળતા જ તુરંત ઘટનાસ્થળે પહોંચી હતી. અહીં પહોંચ્યા બાદ અધિકારીઓએ લોહીથી લથબથ ફ્લોર અને તૂટેલા કાચ વચ્ચે ઘાયલ લોકોને જોયા હતા. હુમલામાં અનેક વાહનોને પણ ભારે નુકસાન થયું છે.

ઘટનાનો વીડિયો વાયરલ

આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયો છે. જેમાં રેસ્ટોરન્ટની બહાર એમ્બ્યુલન્સ અને પોલીસના વાહનો જોવા મળી રહ્યા છે. આ વિસ્તારમાં ભારે સંખ્યામાં ઇમરજન્સી કર્મચારીઓ તહેનાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત અહીંના આસપાસના રસ્તાઓ પણ બ્લોક કરી દેવાયા છે. ટ્રાફિક સંબંધીત ચેતવણી પણ જારી કરી છે. સ્થાનિક લોકોને તે જગ્યાથી દૂર રહેવાની અપીલ કરવામાં આવી છે. હાલ પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.

Tags :