Get The App

અમેરિકાની ગંભીર ચેતવણી પછી લગભગ તમામ ઇન્ટરનેશનલ ફલાઈટસે વેનેઝૂએલા જવાનું રદ્દ કર્યું

Updated: Nov 24th, 2025

GS TEAM

Google News
Google News
અમેરિકાની ગંભીર ચેતવણી પછી લગભગ તમામ ઇન્ટરનેશનલ ફલાઈટસે વેનેઝૂએલા જવાનું રદ્દ કર્યું 1 - image


- પાડોશી દેશ કોલંબિયાના પ્રમુખ ગુસ્તાવો પેટ્રોએ કહ્યું : આ રીતે કોઈ દેશને રૂંધવો તે માનવજાત સામેનો અપરાધ છે

કારાકાસ : મોટા ભાગની ગ્લોબલ એરલાઇન્સે વેનેઝૂએલા જતી ફલાઇટસ કેન્સલ કરી છે. અમેરિકાના ફેડરલ એવીએશન એડમિનિસ્ટ્રેશને પાયલોટસને વેનેઝૂએલા એર સ્પેસ પાસે પણ નહીં જવા કહી દીધું છે, કારણ કે તે વિસ્તારમાં લશ્કરી પ્રવૃત્તિઓ વધી રહી છે, તેથી સલામતી જોખમાઇ જાય તેમ છે.

બીજી તરફ એરલાઇન્સ એસોસિએશન ઓફ વેનેઝૂએલાના પ્રમુખ મેરીસેલો દ લોયેઝીએ પત્રકારોને જણાવ્યું હતું કે છ વિમાન સેવાઓ, ટીએપી, એલએટીએમ, એવીએન્કા આઇબેરિયા, ગોલ અને કેરીબિયન એરલાઇન્સે નવેમ્બર ૨૪ થી ૨૮ સુધી તેમની ફલાઇટસ વેનેઝૂએલા જવા માટે રદ્દ કરી છે. હવે તેમાં ટર્કીશ એરલાઇન્સ પણ જોડાઈ છે.

આ પરિસ્થિતિવિષે ટીકા કરતા પડોશી દેશ કોલંબિયાના પ્રમુખ ગુસ્તાવો પેટ્રોએ પર રવિવારે લખ્યું કે, લેટિન અમેરિકાના દેશો સાથે દુનયિાભરમાંથી નિયમિત એરલાઇન્સ આવવી જોઈએ અને લેટિન અમેરિકાના દેશોમાંથી વિશ્વભરમાં નિયમિત એરલાઇન્સ જવી જોઈએ. કોઈ દેશને રૂંધવો ન જોઈએ, કારણ કે તેમ કરવું તે માનવ જાત સામેનો અપરાધ છે.

બીજી તરફ એપ.એ.એ. દ્વારા પાયલોટસને એરલાઇન્સની એર સ્પેસથી દૂર રહેવા જણાવી દીધું છે. કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પે એરલાઇન્સના પ્રમુખ નિકોલસ માદુરો ઉપર દબાણ લાવવા એરલાઇન્સના તટ સુધી તેના યુદ્ધ વિમાનો ઉડાડયા છે તે માટે કહે છે કે  આ તો પાયલોટસને ટ્રેનિંગ આપવા કરવામાં આવે છે. આક્રમણ કરવા માટે નહીં. બીજી તરફ અમેરિકી નૌકાદળના આઠ નાના મોટા યુદ્ધ જહાજો, એરલાઇન્સના તટ ફરતાં તેના જળ વિસ્તારની બહાર ઉભા છે. તે ઉપરાંત વેનેઝૂએલાથી જતી કેટલીક બોટો અમેરિકાએ તેમ કહી ડૂબાડી દીધી છે કે તે બોટો ડ્રગ લઈ જતી હોવાથી અમારે તેમ કરવું પડયું છે. આ હુમલામાં તે બોટોના કુલ મળી ૮૦ નાવિકો ડૂબી મર્યા છે.

Tags :