Get The App

આલ્બેનિયાના વડાપ્રધાને જ્યોર્જીયા મેલોનીને જન્મ દિને ઘૂંટણીએ પડી, સ્કાર્ફ ભેટ આપતા મેલોની આશ્ચર્યચકિત

Updated: Jan 17th, 2025

GS TEAM

Google News
Google News
આલ્બેનિયાના વડાપ્રધાને જ્યોર્જીયા મેલોનીને જન્મ દિને ઘૂંટણીએ પડી, સ્કાર્ફ ભેટ આપતા મેલોની આશ્ચર્યચકિત 1 - image

- અબુધાબીમાં મળેલી વર્લ્ડ ફયુચર એનર્જી સમિટ સમયે એ.ડી. રામાએ મેલોનીને બહુમાન્ય કરતા ગીતની પંક્તિઓ બોલ્યા

અબુધાબી : અહીં મળી રહેલી વર્લ્ડ ફયુચર એનર્જી સમિટ સમયે આલ્બેનિયાના વડાપ્રધાન એ.ડી. રામાએ ઇટાલીનાં વડાપ્રધાન જ્યોર્જીયા મેલોનીને બુધવારે તેઓના ૪૮મા જન્મ દિને સ્કાર્ફ ભેટ આપવા સાથે તેઓને બહુમાન્ય કરતાં હેપ્પી-બર્થ-ડે ની પંક્તિ પણ લલકારી, મેલોનીને તેમજ અન્ય સર્વેને આશ્ચર્યચકિત કરી દીધા હતા.

આ સ્કાર્ફ ભેટ આપવા સમયે એ.ડી. રામા ઘૂંટણીએ પડયા હતા, તે પછી તેઓએ મેલોનીને સ્કાર્ફ ભેટ આપતાં, 'તાંતી-ઔગુરી' (હેપ્પી બર્થડે)નાં ગીતની પંકિત પણ લલકારી હતી.

તે પછી તેઓએ તે સ્કાર્ફ હીજાબની જેમ જ મેલોનીને પહેરાવવા પ્રયત્ન કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, મુસોલિનીના સમયમાં ઇટાલીએ આલ્બેનિયા પર કબજો જમાવી દીધો હતો. દ્વિતીય વિશ્વયુદ્ધ સમાપ્ત થયું તે પહેલા સાથી રાષ્ટ્રોએ આલ્બેનિયા ઇટાલીના પંજામાંથી મુક્ત કર્યું હતું. ઇટાલીનો દક્ષિણ છેડો આલ્બેનિયાની સામે જ છે. મુસોલિની તેની ઉપર કબજો જમાવી એડ્રીયાહિક-સીના પ્રવેશ દ્વાર ઉપર જ કબજો જમાવવા માગતો હતો. દ્વિતીય વિશ્વયુદ્ધ પછી રાજ્યોના પરાજય પછી આલ્બેનિયા સ્વતંત્ર કરાયું. પરંતુ તેના ઇટાલી સાથેના સંબંધો ખાસ રહ્યા હતા. પરંતુ જ્યોર્જીયા મેલોનીએ બંને દેશો વચ્ચે મીઠાશભર્યા સંબંધો સ્થાપ્યા છે તેથી એ.ડી. રામા મેલોની ઉપર ખુશ ખુશાલ છે.