World

અલાસ્કા એરલાઈન્સમાં મોટી ટેક્નિકલ ખામી સર્જાઈ, અસ્થાઈ રૂપે તમામ ફ્લાઇટ ગ્રાઉન્ડેડ

By GS TEAM
24 Oct 20252 mins read
TukuTouch Logo
ગુરુવારે અલાસ્કા એરલાઇન્સમાં ટેક્નિકલ ખામીના પરિણામે તેમની ફ્લાઇટ્સ રોકવામાં આવી હતી. યુએસ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA)ની સલાહ મુજબ, આ ગ્રાઉન્ડ સ્ટોપ અલાસ્કા એરલાઇન્સની સહાયક કંપની હોરાઇઝન એરને પણ લાગુ પડ્યો, જે 1 કલાક અને 10 મિનિટ સુધી ચાલ્યો.

Summarized by AI; it may make mistakes. Check important info

અલાસ્કા એરલાઈન્સમાં મોટી ટેક્નિકલ ખામી સર્જાઈ, અસ્થાઈ રૂપે તમામ ફ્લાઇટ ગ્રાઉન્ડેડ

Alaska Airlines IT Outage: ગુરુવારે અલાસ્કા એરલાઇન્સમાં ટેક્નિકલ ખામીના પરિણામે તેમની ફ્લાઇટ્સ રોકવામાં આવી હતી. યુએસ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA)ની સલાહ મુજબ, આ ગ્રાઉન્ડ સ્ટોપ અલાસ્કા એરલાઇન્સની સહાયક કંપની હોરાઇઝન એરને પણ લાગુ પડ્યો, જે 1 કલાક અને 10 મિનિટ સુધી ચાલ્યો.

એરલાઇન્સની સિસ્ટમમાં આઇટી ખામી સર્જાતા, સંચાલન પ્રભાવિત થયું અને અલાસ્કા એરલાઇન્સે તેની તમામ સ્થાનિક ફ્લાઇટ્સને અસ્થાયી રૂપે રોકી દીધી. એરલાઇને સોશિયલ મીડિયા પર નિવેદન આપ્યું કે, 'અલાસ્કા એરલાઇન્સ આઇટી આઉટેજનો સામનો કરી રહી છે, જેનાથી સંચાલન પ્રભાવિત થયું છે. ફ્લાઇટ્સ અસ્થાયી રૂપે રોકવામાં આવી છે. આનાથી થયેલી અસુવિધા બદલ અમે માફી માંગીએ છીએ.'

તમામ ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ

ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) દ્વારા જાહેર કરાયેલા ગ્રાઉન્ડ સ્ટોપ હેઠળ, અમેરિકામાં અલાસ્કા એરલાઇન્સની તમામ ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ છે. આ સામાન્ય રીતે હવામાનની ખરાબી, ટેકનિકલ ખામી, એર ટ્રાફિક કંટ્રોલ (ATC)ની સમસ્યા, સુરક્ષાના જોખમો અથવા અત્યંત ભીડભાડને કારણે લાગુ કરવામાં આવે છે. એરલાઇન્સની ટેકનિકલ ખામી મુસાફરો માટે કોઈ મુસીબતથી ઓછી નથી.

સમસ્યા ક્યારે શરૂ થઈ?

ટેકનિકલ ખામીના કારણે ટિકિટ બુકિંગ સિસ્ટમ, ચેક-ઇન પ્રક્રિયા અને ફ્લાઇટ મોનિટરિંગ જેવી સેવાઓ ખરાબ રીતે પ્રભાવિત થઈ છે. રિપોર્ટ્સ અનુસાર, આ સમસ્યા ગુરુવાર સવારથી શરૂ થઈ અને ટૂંક સમયમાં જ આખા નેટવર્ક પર ફેલાઈ ગઈ. જોકે, હવાઇયન એરલાઇન્સ, જેને ગયા વર્ષે અલાસ્કા એર ગ્રુપે ખરીદી હતી, તેણે કહ્યું કે તેની ફ્લાઇટ્સ નિર્ધારિત સમય પર ચાલી રહી છે. આ પહેલા પણ ઘણી એરલાઇન કંપનીઓએ આવી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે, જેમાંથી મોટાભાગની અસ્થાયી હોય છે.

આ પણ વાંચો: 'એક પણ ટોમહોક મિસાઈલ આવશે તો કચડી નાખીશું...', પુતિનની સીધી અમેરિકાને ધમકી

જુલાઈમાં પણ આવી હતી મુશ્કેલી

અલાસ્કા એરલાઇન્સ મુખ્યત્વે પશ્ચિમી અમેરિકામાં સંચાલન કરે છે. જુલાઈ મહિનામાં પણ અલાસ્કા એરલાઇન્સના ડેટા સેન્ટરમાં હાર્ડવેરના એક મહત્ત્વપૂર્ણ ભાગમાં ખામી આવી હતી. આ ખામી પછી એરલાઇન્સે લગભગ 3 કલાક માટે તેની તમામ ફ્લાઇટ્સ રોકી દીધી હતી.