અલ કાયદા-આઈએસએ માલીમાં પાંચ ભારતીયોનું અપહરણ કર્યું

પશ્ચિમ સહારા વિસ્તારમાં વિવિધ જૂથો વચ્ચે સતત સંઘર્ષના કારણે ત્યાં કામ કરતા વિદેશીઓ ઉપર જોખમ
બામાકો : પશ્ચિમ સહારાનાં આ માલી રાષ્ટ્રમાં વિવિધ આતંકી જૂથો અને સેના વચ્ચે સતત સંઘર્ષ ચાલી રહ્યો છે. તેવામાં ત્યાં ઈલેક્ટ્રિક લાઇન માટે કામ કરતા વિદેશી કામદારો અને ઈજનેરો તથા અધિકારીઓ ઉપર સતત જોખમ તોળાઈ રહેલું છે તે સ્થિતિમાં પણ ધગધગતા સૂર્ય તાપમાં કામ કરતા ભારતીયો પૈકી પાંચના ગુરૂવારે આતંકીઓ દ્વારા અપહરણ કરવામાં આવ્યું છે. આ કામદારો અહીંના ઈલેક્ટ્રિફિકેશન પ્રોજેક્ટમાં કામ કરતા હતા.
આ પ્રોજેક્ટ હાથ ધરનાર કંપનીના અધિકારીએ પણ અપહરણ થયા હોવાને પુષ્ટિ આપી હતી.
આ ઘટના પછી અન્ય ભારતીયોને દેશના પાટનગર બામાકોમાં લઈ જવામાં આવ્યા હતા.
માલી ઉપર અત્યારે મિલિટરી જુન્ટાનું શાસન છે તે દેશમાં વધી રહેલા ત્રાસવાદનો સામનો કરી રહ્યા છે. આ આતંકી જૂથો અલ-કાયદા કે ઇસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સીરીયા સાથે જોડાયેલા છે. આ જૂથો પૈકી લગભગ તમામ આઈએસ સામે (બિનકૃત) રાજનાં સપના જુવે છે.આ જૂથો અલ-કાયદાના પેટા જૂથો કે ઈસીસ સાથે જોડાયેલાં છે. તેઓનું એક-છત્રી જૂથ પણ છે જે જે.એન.આઈ.એમ ના નામથી ઓળખાય છે. આ જૂથે દેશનાં ઈંધણના એકમો ઉપર પણ કબ્જો જમાવી દેશમાં ઇંધણની કટોકટી વધુ ઘેરી બનાવી છે.

