અલ-કાયદાની શાખા JNIMનો બુર્કીના ફાસોમાં 'જેહાદી' હુમલો 100થી વધુનાં મોત : ઉત્તરના વિસ્તારમાં જેહાદીઓએ રાજ્ય સ્થાપ્યું છે
- આફ્રિકાનો 'સાહેલ' પ્રદેશ આતંકવાદનું એક કેન્દ્ર છે
- મીલીટરી જુન્ટાનાં શાસનમાં રહેલી આશરે 2 કરોડ 23 લાખની વસ્તી અસામાન્ય, અસલામતીમાં જીવે છે : આવું અનેક દેશોમાં છે
બામાકો/કવાગાડૌગોઉ : પશ્ચિમ આફ્રિકાનાં સહરન સ્ટેટ બુર્કીના-ફાસોમાં 'જેહાદી' હુમલામાં ૧૦૦થી વધુના મોત થયા છે. આ હુમલામાં દેશના સૈનિકો ઉપરાંત 'સહાય-કાર્યકરો' પણ માર્યા ગયા છે, તેમ કહેતા સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું હતું કે, આ હુમલામાં મુખ્યત્વે કરીને મિલિટરી બેઝી સહિત જુદાં જુદાં અનેક સ્થળોએ આતંકી હુમલા વારંવાર થતાં જ રહે છે, પરંતુ સોમવારે આજે થયેલો હુમલો તો ભયંકર હતો.
દેશનાં જીબો શહેર ઉપર તો આતંકીઓએ તો ઘણાંએ મહિનાઓથી ગજબનો સખત ઘેરો નાંખ્યો છે, તેમ એક સ્થાનિક રહેવાસીએ પત્રકારોને બામાકોમાં જણાવ્યું હતું.
મૂળ ફ્રાંસના તાબામાં રહેલા તમામ સહરત સ્ટેટસમાં તેમજ સબ-સહરત સ્ટેટસમાં રોજેરોજ સૂરજ રક્ત-રંજિત જ ઊગે છે.
બપોરે આગ ઝરતી ગરમી અને મોડી રાતો ટાઢીબોળ તે સહરન અને સબ સહરન સ્ટેટસની સહજ સ્થિતિ છે. વર્ષા ઋતુ જેવું કશું હોતું જ નથી. કોઈ કોઈ વાર માત્ર કોઈ કોઈમાં જ કન્ડકશન કરંટનો વરસાદ પડી જાય છે.
બુર્કીના ફાસોમાં વિવિધ જાતિઓ વસે છે. આરબ અને હબસીઓની મિશ્ર પ્રજા તુરેઘનું ભાની હબસી પ્રજા ઉપર કઠોર વલણ છે. તેથી ત્યાં જાતિવાદી સંઘર્ષ સહજ છે.
એક વિદ્યાર્થીએ કહ્યું હતું કે તેના પિતાની જેહાદીઓએ હત્યા કરી હતી.
હુમલો અમે કર્યો છે, તેમ વટ મારતાં અલ કાયદાની શાખા સમાન હોવાનું પણ જાણવા મળ્યું છે. તેઓ ઔષધો અને ખાધા ખોરાકી પહોંચાડનાર જૂથ ઉપર પણ હુમલા કરી રહ્યાં છે.
એક સહાય કાર્યકર ચાર્વીવેએ કહ્યું હતું કે આ હુમલો એટલો અત્યંત અને જબરજસ્ત હતો કે તેના સૈનિકો સહિત ૧૦૦થી વધુના નિધન થયાં હતા. અત્યારે દેશ પર મિલીટરી જુન્ટાનું શાસન છે. પરંતુ ઉત્તરનો વિસ્તારતો જેહાદીઓના હાથમાં છે. તેમણે ત્યાં રાજ્ય જ સ્થાપી દીધું છે. તેનો ઉત્તરના શહેર જીબો પરનો ઘેરો મહિનાઓથી હઠાવી શકાયો નથી, તે આ જેહાદી જૂથની તાકાત દર્શાવે છે. તેમને શસ્ત્રો અને નાણાં કોણ આપે છે તે જાણી શકાતું નથી.