Get The App

અક્ષય કુમારની 'સૂર્યવંશી' સામે પાકિસ્તાનના રાષ્ટ્રપતિને પડયો વાંધો, આપ્યુ આવુ નિવેદન

Updated: Nov 20th, 2021

GS TEAM


Google News
Google News
અક્ષય કુમારની 'સૂર્યવંશી' સામે પાકિસ્તાનના રાષ્ટ્રપતિને પડયો વાંધો, આપ્યુ આવુ નિવેદન 1 - image


નવી દિલ્હી,તા.20.નવેમ્બર,2021

અક્ષય કુમારની ફિલ્મ સૂર્યવંશી બોક્સ ઓફિસ પર શાનદાર દેખાવ કરી રહી છે પણ આ ફિલ્મથી પાડોશી દેશ પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આરિફ અલ્વીને વાંધો પડી ગયો છે.

પાકિસ્તાનના નેતાઓ એમ પણ ભારત વિરોધી બયાનો આપવા માટે જાણીતા છે અને તેઓ બોલીવૂડ ફિલ્મોને પણ છોડી રહ્યા નથી.સૂર્યવંશી ફિલ્મમાં મુસ્લિમ વિલનને રજૂ કરવામાં આવ્યો છે અને તેના કારણે પાક રાષ્ટ્રપતિ આરિફ અલ્વીએ નિવેદન આપ્યુ છે કે, આ પ્રકારનુ કન્ટેન્ટ ઈસ્લામોફોબિક છે અને તે ભારતને બરબાદ કરી નાંખશે.મને આશા છે કે, ભારતના સમજદાર લોકો આ પ્રકારની વસ્તુઓને અટકાવશે.

દરમિયાન પાક એક્ટ્રેસ મેહવિશ હયાતે પણ સોશિયલ મીડિયા પર કહ્યુ હતુ કે, મને ફિલ્મના કન્ટેન્ટ અને તેમાં જે રીતે મુસ્લિમ પાત્રો બતાવાયા છે તેની સામે વાંધો છે.જો મુસ્લિમો પાત્રોને સકારાત્મક વલણમાં બતાવવાની અને તેમને પૂરતો ન્યાય આપવાની જરુર છે.

પાક મીડિયામાં પણ આ બાબત અંગે ચર્ચા છે અને એક ચેનલે તો વગર કારણે વિવાદ સર્જતા કહ્યુ છે કે, ઉરી-સર્જિકલ સ્ટ્રાઈક ફિલ્મ બાદ મુસ્લિમોને વિલેન તરીકે રજૂ કરવાનો ટ્રેન્ડ ભારતીય ફિલ્મોમાં શરુ કરાયો છે.

દરમિયાન ફિલ્મના ડાયરેકટર રોહિત શેટ્ટીનુ કહેવુ છે કે, જો પાકિસ્તાનથી કોઈ આતંકી ભારત આવે તો તેનુ નામ શું રાખવુ?

Tags :