રશિયામાં એરલાઇન સ્ટાફ, શિક્ષકો અને ડૉક્ટરોને સેનામાં ભરતી કરવાનો આદેશ


- આંતરરાષ્ટ્રીય મત રશિયા વિરુદ્ધ વધુને વધુ પ્રબળ બન્યો

- રશિયાની ત્રણ એરલાઇન કંપનીઓના 50થી 80 ટકા સ્ટાફને ફરજિયાત મિલિટરી સર્વિસ પર જવું પડી શકે

- રશિયા-યુક્રેન યુદ્ધે કોલસાથી રીન્યુએબલ એનર્જી તરફ વળવાના ભારતના આયોજનને ખોરંભે ચઢાવ્યું

મોસ્કો : રશિયામાં એરલાઇન અને એરપોર્ટમાં કામ કરતા સ્ટાફ, શિક્ષકો અને ડોક્ટરોને લશ્કરમાં ભરતી થવાનો આદેશ મળ્યો છે. રશિયાના અખબાર મુજ કમસેકમ દસ એરપોર્ટ સ્ટાફને મિલિટ્રી રજિસ્ટ્રેશન માટે બોલાવવામાં આવ્યો છે. યુક્રેનમાં રશિયાનું રિઝર્વ લશ્કર મોકલ્યાના આદેશ પછી આ આદેશ મળ્યા છે. રશિયા-યુક્રેન યુદ્ધના લીધે રીન્યુએબલ એનર્જી તરફ આગળ વધવાના ભારતના પ્રયાસને ફટકો પડયો છે. ફક્ત ભારત જ નહી વિશ્વના કેટલાય દેશોની ઊર્જા માટે કોલસા પરની આત્મનિર્ભરતા વધી જશે.

આંતરરાષ્ટ્રીય વલણ નિર્ણાયક રીતે રશિયાની વિરુદ્ધ જઈ રહ્યુ છે. અત્યાર સુધી યુદ્ધથી અને તેના વલણને લઇને તટસ્થ રહેલા દેશો પણ અમેરિકા સાથે જોડાઈ રહ્યા છે. તેઓ મોસ્કોના હુમલાને વખોડી રહ્યા છે અને આંતરરાષ્ટ્રીય નિયમો આધારિત વ્યવસ્થાના સિદ્ધાંતોનો ભંગ ગણાવે છે.  પશ્ચિમી દેશો વારંવાર કરી રહ્યા છે કે રશિયા યુક્રેન યુદ્ધ શરુ થયુ ત્યારથી અળગું પડી ગયું છે.ે પુતિનની સામે રીતસર એક આંતરરાષ્ટ્રીય મોરચાનું નિર્માણ થઈ રહ્યુ હોય તેવી સ્થિતિ છે. 

યુએનના ટોચના માનવ અધિકાર સંગઠનોએ યુક્રેનમાં થયેલા માનવ અધિકાર ભંગની દિશામાં તપાસ શરૂ કરી દીધી છે. 

સરકાર રણનીતિક પેટ્રોલિયમ રિઝર્વને ભરવા માટે હાલની એલએનજી ટનલ અને પૂરા થઈ ગયેલા તેલના કૂવાને ભરવાનું આયોજન કરી રહી છે. આ નીતિ હેઠળ અંડરગ્રાઉન્ડ માળખુ બનાવવાની યોજના પર પણ કામ ચાલી રહ્યું છે. ભારત પાસે વિશાખાપટ્ટનમ, મેંગ્લોર ્અને પાદુરમાં અંડરગ્રાઉન્ડ રણનીતિક તેલભંડાર છે. અહીં ૫૩.૩ લાખ ટન ઓઇલ ઉપલબ્ધ છે. તેને સ્ટ્રેટેજિક રિઝર્વ પણ કહેવાય છે. 

રશિયાના સૂત્રોના જણાવ્યા મુજબ કંપનીઓનું કહેવું છે કે ૫૦થી ૮૦ ટકા સ્ટાફને લશ્કરમાં ભરતી થવાનો આદેશ મળ્યો છે. ત્રણ એરલાઇનના કમસેકમ અડધા સ્ટાફની ભરતી થઈ શકે છે. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ રશિયાના લોકોને પુતિન તરફથી લશ્કર મોકલવાના નિર્ણયનો વિરોધ કરવા અપીલ કરી છે. યુક્રેન યુદ્ધમાં અકલ્પનીય ફટકાના લીધે રશિયા પોતાના રિઝર્વ સૈનિકોમાંથી ત્રણ લાખ સૈનિકોને બોલાવી શકે છે.

 રશિયા પાસે એવા અઢી કરોડ લોકોનો ફોર્સ છે જે લશ્કરમાં કામ આપી શકે છે. તે વ્યવસાયી સૈનિક હોતો નથી પણ જરુર પડે તો તે લશ્કરમાં સહાયક સેવા કરવા ઉપરાંત યુદ્ધ કરવા માટે પણ સક્ષમ હોય છે.

City News

Sports

RECENT NEWS