એર ઈન્ડિયાના પ્લેનમાં ખામી, દિવાળી પર વતન આવી રહેલા 255 ભારતીય મુસાફર મિલાનમાં ફસાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Air India Flight Cancelled: ઇટાલીના મિલાન શહેરથી ભારત પરત ફરતા 255 મુસાફરો માટે દિવાળી બગડી ગઈ. એર ઇન્ડિયાની ડ્રીમલાઇનર ફ્લાઇટમાં ટેકનિકલ ખામીને કારણે શુક્રવારે (17 ઓક્ટોબર, 2025) ફ્લાઇટ રદ કરવાની ફરજ પડી. મુસાફરો મિલાનમાં જ રોકી દેવાયા છે, જો કે, તેમના માટે રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
દિલ્હી જતી ફ્લાઇટમાં ટેકનિકલ ખામી
એરલાઇને જણાવ્યું હતું કે, '17 ઓક્ટોબરના રોજ મિલાનથી દિલ્હી જતી ફ્લાઇટ AI-138 ટેકનિકલ કારણોસર રદ કરવામાં આવી હતી. બધા મુસાફરો અને ક્રૂની સલામતીને પ્રાથમિકતા આપવામાં આવી હતી. બધા અસરગ્રસ્ત મુસાફરોને હોટલમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. મર્યાદિત ઉપલબ્ધતાને કારણે, એરપોર્ટની બહાર રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.'
દિવાળીને લઈને વતન પરત ફરી રહ્યા હતા મુસાફરો
વિમાનમાં ખામીને કારણે તહેવાર માટે ઘરે જતા 256 મુસાફરો અને 10 થી વધુ ક્રૂ સભ્યોની દિવાળી ઉજવણીની યોજનાઓમાં વિક્ષેપ પડ્યો. એક મુસાફરનો શેંગેન વિઝા 20 ઓક્ટોબર, 2025 ના રોજ સમાપ્ત થઈ રહ્યો હતો. તેમને તાત્કાલિક બીજી ફ્લાઇટમાં ફરીથી બુક કરવામાં આવ્યા હતા જેથી તેઓ તેમના વિઝા સમાપ્ત થાય તે પહેલાં ભારત પહોંચી શકે. બાકીના મુસાફરોને 20 ઓક્ટોબર કે તે પછીની ફ્લાઇટમાં મોકલવાનું નક્કી છે.









