એઆઈ વકીલોનું કામ કરશે : જેમિની એન્ટરપ્રાઈઝ ફોર લીગલ લોન્ચ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- લો ફર્મ્સ અનેક કામોને ઓટોમેટ કરી શકશે
- ક્રોન્ટ્રેક્ટ રીવ્યૂથી લઈને લીગલ રિસર્ચ અને રેગ્યુલેટરી મોનિટરિંગ સહિતના વકીલોના કામમાં મદદ કરશે
કેલિફોર્નિયા : ગૂગલે કાયદાકીય ક્ષેત્ર માટે ખાસ તૈયાર કરેલું જેમિની એન્ટરપ્રાઈઝ ફોર લીગલ લોન્ચ કર્યુંં છે.
આ એઆઈ પ્લેટફોર્મમાં એવા એઆઈ એજન્ટ્સ સામેલ છે, જે લો ફર્મ્સ અને કોર્પોરેટ લીગલ ટીમ્સના અનેક કામોને ઓટોમેટ કરી શકે છે. ગૂગલનું કહેવું છે કે, વકીલો રૂટિન કામોમાં ઓછો સમય વેડફીને વધુ મહત્વપૂર્ણ કાયદાકીય કામગીરી પર ધ્યાન આપી શકશે.
નવું પ્લેટફોર્મ વકીલોના પ્રશ્નોના જવાબ આપવાને બદલે વર્કફ્લોને અનેક તબક્કામાં વહેંચીને કામ કરશે. કરારની સમીક્ષા કરવા, સંબંધિત કાયદાકીય માહિતી શોધવા, નિયમોમાં ફેરફારોનું મોનિટરિંગ અને દસ્તાવેજ સંબંધિત પ્રક્રિયાઓમાં મદદ કરશે.
ગૂગલે નવા પ્લેટફોર્મને લો ફર્મ્સના હાલના સોફ્ટવેર અને ડેટા સિસ્ટમ સાથે જોડયું છે.
તેમાં એઆઈમેનેજ, નેટડોક્યુમેન્ટ્સ, એવરલો, રિલેટીવીટી અને ડોક્સાઈન જેવા પ્લેટફોર્મ્સનો સમાવેશ થાય છે.
ગૂગલે લીગલ માહિતી અને એઆઈ સર્વિસ માટે થોમ્સન રુટર્સ, હાર્વી, ફ્રેશફિલ્ડ્સ, વેઈલ એન્ડ વિલ્યમ્સ એન્ડ કોનોલી અને લીગોરા સાથે પાર્ટનરશીપ કરી છે.
કાયદાકીય માહિતીમાં પ્રાઈવસી જરૂરી હોવાથી ડેટા કંટ્રોલ અને સિક્યોરિટીના ઓપ્શન્સ આપવામાં આવ્યા છે.




