VIDEO: અમેરિકાના હુમલા બાદ અકળાયેલા ઈરાને ઈઝરાયલના 10 શહેરોમાં તબાહી મચાવવાનું શરૂ કર્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ISRAEL VS IRAN WAR UPDATES : અમેરિકાના હુમલા બાદ તહેરાન ભડકી ઉઠ્યું છે. ઈરાને ઈઝરાયલ વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરતાં 10થી વધુ શહેરોમાં મિસાઈલ છોડી છે. આ શહેરોમાં તેલ અવીવ અને હાઈફા જેવા શહેર સામેલ છે. ઈઝરાયલના અનેક શહેરમાં બ્લાસ્ટ થઈ રહ્યા છે. ઈરાને તેલ અવીવના બેન ગુરિયન એરપોર્ટ સહિત અન્ય કેટલાક મથકોને ટાર્ગેટ બનાવ્યા છે.
ઈઝરાયલમાં 11 લોકો ઘાયલ
ઈઝરાયલના અનેક શહેરોમાં બ્લાસ્ટ થઈ રહ્યા છે. ઈઝરાયલ રેસ્ક્યુ સર્વિસિઝ અનુસાર, આ હુમલામાં ઓછામાં ઓછા 11 લોકો ઘાયલ થયા છે. મધ્ય ઈઝરાયલના અનેક સ્થળો પર મિસાઈલ હુમલા થયા છે.
ઈઝરાયલના મોટાભાગના શહેરોમાં એલર્ટ
ઈઝરાયલના મોટાભાગના શહેરોમાં એલર્ટ પર રાખવામાં આવ્યા છે. ઈઝરાયલી સેનાએ કહ્યું છે કે ઈરાને ઈઝરાયલ સામે બદલો લેવા માટે હુમલા શરૂ કર્યા છે. આઈડીએફએ જણાવ્યું હતું કે, "થોડા સમય પહેલા ઈરાન તરફથી ઈઝરાયલ પર ઝીંકાયેલી મિસાઈલોને ઈન્ટરસેપ્ટ કર્યા બાદ ઈઝરાયલના ઘણા વિસ્તારોમાં સાયરન વાગ્યા હતા. લોકોને હોમ ફ્રન્ટ કમાન્ડની સૂચનાઓનું પાલન કરવા વિનંતી કરવામાં આવે છે.
ઈરાને હાઈફા અને તેલ અવીવમાં ઝીંકી મિસાઈલ
અમેરિકા દ્વારા બંકર બસ્ટર બોમ્બ ઝીંકીને ઈરાનના ત્રણ પરમાણુ ઠેકાણાઓને નિશાન બનાવાયા બાદ ઈરાને હવે વળતો પ્રહાર કરવાની શરૂઆત કરી દીધી છે. ઈરાને ઈઝરાયલના હાઈફા અને તેલ અવીવ શહેરમાં મિસાઈલ ઝીંકી હતી. જેના વીડિયો સામે આવતા શહેરમાં ધૂમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા છે.








