Get The App

મ્યાનમાર બાદ પાપુઆ ન્યૂ ગિનીમાં 7.1ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ, સુનામીની ચેતવણી

Updated: Apr 5th, 2025

GS TEAM

Google News
Google News
મ્યાનમાર બાદ પાપુઆ ન્યૂ ગિનીમાં 7.1ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ, સુનામીની ચેતવણી 1 - image

Earthquack news : તાજેતરમાં જ મ્યાનમારમાં આવેલા 7.7 અને 7.2ની તીવ્રતાના ભૂકંપ બાદ અનેકવાર આફ્ટરશોક આવી ચૂક્યા છે ત્યારે હવે આજે શનિવારે પાપુઆ ન્યુ ગિનીમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાતા ડર ફેલાયો હતો. 

લોકોમાં ડર ફેલાયો 

યુરોપિયન-ભૂમધ્ય સિસ્મોલોજિકલ સેન્ટર (EMSC) એ જણાવ્યું હતું કે શનિવારે પાપુઆ ન્યુ ગિનીમાં ન્યુ બ્રિટન ક્ષેત્રના દરિયાકાંઠે 7.1 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. હાલમાં કોઈ પણ પ્રકારના નુકસાનની માહિતી નથી, પરંતુ ભૂકંપના આંચકાથી લોકોમાં ગભરાટ ફેલાયો છે.

ભૂકંપની તીવ્રતા વધુ, જાણો કેન્દ્ર ક્યાં હતું? 

EMSC એ જણાવ્યું હતું કે ભૂકંપની ઊંડાઈ 49 કિલોમીટર (30.45 માઇલ) હતી અને યુએસ સુનામી ચેતવણી કેન્દ્રે સુનામીની ચેતવણી જારી કરી છે. ગઈકાલે શુક્રવારે સાંજે પશ્ચિમ નેપાળમાં ત્રણ મિનિટના અંતરે બે ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો.

નેપાળમાં ગઈકાલે ધરા ધ્રૂજી હતી... 

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, જાજરકોટ જિલ્લામાં રાત્રે 8:07 વાગ્યે 5.2 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, ત્યારબાદ તરત જ રાત્રે 8:10. વાગ્યે 5.5 ની તીવ્રતાનો બીજો ભૂકંપ આવ્યો. બંને ભૂકંપનું કેન્દ્રબિંદુ પાનિક વિસ્તાર જાજરકોટ હતો, જે કાઠમંડુથી લગભગ 525 કિલોમીટર પશ્ચિમમાં સ્થિત છે. નેપાળની સાથે ઉત્તર ભારતમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.


Tags :