Get The App

ખામેનેઈના મોત બાદ પણ મિડલ ઈસ્ટમાં યુદ્ધ નહીં રોકાય? ઈરાને કહ્યું- અમે બદલો લઈને જ રહીશું

Updated: Mar 1st, 2026

GS TEAM

Google News
Google News
ખામેનેઈના મોત બાદ પણ મિડલ ઈસ્ટમાં યુદ્ધ નહીં રોકાય? ઈરાને કહ્યું- અમે બદલો લઈને જ રહીશું 1 - image


US-Israel and Iran War: ઈરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લાહ અલી ખામેનેઈ અમેરિકા અને ઈઝરાયલના સંયુક્ત હુમલામાં માર્યા ગયા છે. અહેવાલો અનુસાર, શનિવારે (28મી ફેબ્રુઆરી) થયેલા હુમલામાં ખામેનેઈનું મોત થયું હતું. તેના નેતાના મૃત્યુ બાદ ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)એ બદલો લેવાની ચેતવણી આપી છે.

વિનાશક લશ્કરી કાર્યવાહીની જાહેરાત

ઈરાનના શક્તિશાળી લશ્કરી એકમ ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)એ જાહેરાત કરી છે કે તે ઈસ્લામિક રિપબ્લિકના ઇતિહાસમાં સૌથી તીવ્ર અને વિનાશક લશ્કરી કાર્યવાહી શરૂ કરશે, જેમાં મિડલ ઈસ્ટમાં ઈઝરાયલ અને અમેરિકાના બેઝને નિશાન બનાવવામાં આવશે. ઈરાનની ફાર્સ ન્યૂઝ એજન્સીએ IRGCના નિવેદનને ટાંકીને આ માહિતી પ્રકાશિત કરી છે.

આ પણ વાંચો: અમેરિકા-ઈઝરાયલના હુમલામાં ઈરાનના સુપ્રીમ લીડર આયતુલ્લા ખામેનેઈનું નિધન, ઈરાની મીડિયાએ કરી પુષ્ટિ

યુએસ બેઝ પર બોમ્બ મારો થશે!

ફાર્સ ન્યૂઝ એજન્સી અનુસાર, IRGCનું આ ઓપરેશન શરૂ થશે અને યુએસ અને ઈઝરાયલી લશ્કરી સ્થાપનો અને પ્રદેશના અન્ય મહત્ત્વપૂર્ણ સ્થળોને નિશાન બનાવશે. IRGC સ્થાનિક અને વિદેશી કાવતરાઓનો નિશ્ચિતપણે સામનો કરશે, જે સ્પષ્ટ કરે છે કે સર્વોચ્ચ નેતાના મૃત્યુ પછી ઈરાન ચૂપ રહેશે નહીં.

ઈરાનના સુપ્રીમ લીડરના સલાહકાર અલી શમખાની અને આઈઆરજીસીના કમાન્ડર-ઇન-ચીફ મોહમ્મદ પાકપુર તેહરાન પર યુએસ-ઈઝરાયલી હવાઈ હુમલામાં માર્યા ગયા હોવાના અહેવાલો છે. આયતુલ્લાહ અલી ખામેનેઈની પુત્રી, પૌત્ર, પુત્રવધૂ અને જમાઈ માર્યા ગયા હતા.

40 દિવસનો શોક જાહેર

ઈરાનની સરકારી ન્યૂઝ એજન્સી અનુસાર, આયતુલ્લાહ અલી ખામેનેઈના મૃત્યુ બાદ દેશભરમાં સાત દિવસની જાહેર રજાઓ અને 40 દિવસનો શોક જાહેર કરવામાં આવ્યો છે.