ભારત, અમેરિકા બાદ હવે ઓસ્ટ્રેલિયામાં પણ ટિકટોક પર પ્રતિબંધની તૈયારી
નવી દિલ્હી, 10 જુલાઇ 2020 શુક્રવાર
ઓસ્ટ્રેલિયાની સરકાર પણ ડેટાની સુરક્ષાનું જોખમ જોતા ચીનની વિડિયો શેયરિંગ એપ ટિકટોક પર પ્રતિબંધ લગાવવાની તૈયારી કરી રહી છે, ભારતમાં આ પહેલા પ્રતિબંધ લાગી ચુક્યો છે, અને અમેરિકાની સરકાર પણ હવે આ કવાયતમાં જોડાઇ છે.
સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટનાં જણાવ્યા અનુસાર લિબરલ પાર્ટીનાં જીમ મોલાને કહ્યું કે ટીકટોકનો ચીનની સરકાર દ્વારા દુરુપયોગ કરવામાં આવે છે.
જ્યારે લેબર પાર્ટીનાં સેનેટર મૈકએલિસ્ટરે કહ્યું કે ટિકટોકનાં પ્રતિનિધિઓનો વિદેશ મામલા અંગે સ્થાટી સમિતિ સમક્ષ હાજર કરવામાં આવશે, જેથી કરીને ચીન સરકરનાં સાથેનાં તેના સંબંધોની અસલિત બહાર આવશે.
અખબારનાં જણાવ્યા પ્રમાણે ટિકટોકની મુળ કંપની બાઇટડાન્સે દાવો કર્યો છે કે તેનું સર્વર અમેરિકા અને સિંગાપોરમાં છે. જો કે ચીન સરકાર દ્વારા આ ડેટા નજીક પહોંચવું મુશ્કેલ નથી, કંપનીએ જાન્યુંઆરીમાં કહ્યું હતું કે દુનિયામાં કોઇ ડાટા સ્ટોરેડજ સિસ્ટમ 100 ટકા સુરક્ષાની ગેરંટી આપી શકે નહીં.
કંપનીએ કહ્યું જો ટિકટોક યુઝર ઇચ્છે છે કે જો કોઇ સરકાર પર પ્રતિબંધ લગાવે છે, તો તેનો સર્વરમાં રહેલો ડેટા પોતાની રીતે ડિલિટ થઇ જતો નથી, કેમ કે એક વખત ડેટા ટ્રાન્સફર થયા બાદ તેને કંપનીની મદદ વગર પાછો મેળવવો શક્ય નથી.