Get The App

ચીન પછી હવે ઉત્તર કોરિયા અમેરિકાના નિશાને, B-IB સુપર સોનિક બોમ્બર્સ દ.કોરિયા મોકલ્યા

Updated: Apr 17th, 2025

GS TEAM

Google News
Google News
ચીન પછી હવે ઉત્તર કોરિયા અમેરિકાના નિશાને, B-IB સુપર સોનિક બોમ્બર્સ દ.કોરિયા મોકલ્યા 1 - image

- ઉત્તર કોરિયા પાસે 50 એટમ બોમ્બ છે જે સંખ્યા વધારી રહ્યું છે, કીમજોંગઉને અમેરિકાના પૂર્વ તટે પહોંચે તેમાં ICBMS બનાવ્યા છે

વૉશિંગ્ટન : પરમાણુ શસ્ત્રો ધરાવતા ૯ દેશો પૈકી એક ઉત્તર કોરિયા છે. ૨૦૦૬ માં જ તેણે પહેલું પરમાણુ પરીક્ષણ બનાવ્યું હોવાનું મનાય છે. અત્યારે તેની પાસે ૫૦ એટમ બોમ્બ છે. જેની સંખ્યા તે વધારી રહ્યું છે.

બીજી તરફ ચીન-અમેરિકા વચ્ચે ટેરિફ-વૉર તીવ્ર બની ગઈ છે. ચીને અમેરિકી માલ પર લાદેલા ૧૨૫ ટકા ટેરીફ સામે વળતા જવાબમાં ટ્રમ્પે ચીન ઉપર ૨૪૫ ટકા ટેરિફ ફટકાર્યો છે.

હવે અમેરિકાએ ઉત્તર કોરિયા ઉપર નજર માંડી છે. તેમાં ટેરિફ યુદ્ધ નહીં પરંતુ જાણે કે ખરેખરા યુદ્ધની પૂર્વ ભૂમિકા રચતું હોય તેમ તેણે દક્ષિણ કોરિયામાં બે બી-બી ? સુપર સોનિક બોમ્બર્સ એફ-૩૪-એ યુદ્ધ વિમાનો સાથે તેણે યુદ્ધાભ્યાસ શરૂ કરી દીધા છે.

આ સુપર સોનિક બોમ્બર્સ 'લાન્સર્સ'ના નામે ઓળખાય છે.

બીજી તરફ ઉત્તર કોરિયાએ તો ઈન્ટર-કોન્ટિનન્ટલ બેલાસ્ટિક મિસાઈલ બનાવ્યા છે. જે પરમાણુ બોમ્બ પણ લઈ જઈ શકે તેવા છે. તેની મર્યાદા ૧૨૫૦૦ માઈલની છે. તે મિસાઈલ્સ અમેરિકાના છેક પૂર્વ-તટ સુધી અમુક નિશાન સાધી શકે છે. તેની પ્રહાર ત્રિજ્યામાં ન્યૂયોર્ક બાલ્ટીમાર, વૉશિંગ્ટન (ડીસી) તથા ફ્લોન્ડાના પણ આવી જાય છે.

પ્રમુખ ટ્રમ્પના પહેલા કાર્યક્રમમાં તેઓએ ઉનને મંત્રણા માટે સિંગાપુર બોલાવ્યા હતા. મંત્રણા સફળ થવાની અણી પર હતું ત્યારે ઉનના બહેને (કીમ-યો-જોંગે) મંત્રણા બંધ કરાવી દીધી હતી. કહો તોડી પડાવી હતી.