શાર્લી હેબ્દો બાદ તૂર્કીની મેગેઝિન દ્વારા પયગમ્બર સાહેબનું અપમાન, કાર્ટૂનિસ્ટ સહિત 4ની ધરપકડ
Turkey News : તૂર્કીમાં સોમવારે વીકલી મેગેઝિન લેમન(Lemen) માં એક વ્યંગ્ય કરતો કાર્ટૂન પબ્લિક કરાયો હતો. આ મામલે બે કાર્ટૂનિસ્ટ સહિત ચારની ધરપકડક રી લેવામાં આવી છે. અહેવાલ મુજબ કાર્ટૂનમાં પયગમ્બર મૂસા અને પયગમ્બર મોહમ્મદ (સ.અ.વ.)સાહેબ જેવા દેખાતા વ્યક્તિને આકાશમાં હાથ મિલાવતા બતાવાયા હતા. જોકે તેમની નીચે યુદ્ધ જેવા દૃશ્યોમાં મિસાઈલો નીચે ઊડતી બતાવાઈ હતી.
જાણો સંપૂર્ણ મામલો
કથિતરૂપે તો આ કાર્ટૂનને સંઘર્ષની સ્થિતિ વચ્ચે ધાર્મિક સદભાવને પ્રોત્સાહન આપતા મેસેજ તરીકે સમજવામાં આવી રહ્યો હતો પરંતુ સરકારી અધિકારીઓ અને ધાર્મિક નેતાઓ તરફથી આકરી પ્રતિક્રિયા આવતા મામલો બગડ્યો હતો. આંતરિક બાબતોના મંત્રી અલી યેરલિકાયાએ સોશિયલ મીડિયા પર આ મામલે એક વીડિયો શેર કર્યો હતો જેમાં પોલીસ અધિકારી કાર્ટૂનિસ્ટ ડોગન પહેલવાનને કસ્ટડીમાં લેતા બતાવાયો છે. તેને હાથકડી બાંધેલી પણ દેખાય છે અને તેને એક ઈમારતમાં લઇ જતો બતાવાયો છે. આ સાથે આ મામલે મેગેઝિનના એડિટર ઈન ચીફ, ઈન્ટસ્ટીટ્યૂશન ડિરેક્ટર અને ગ્રાફિક ડિઝાઈનરની પણ ધરપકડ કરી લેવામાં આવી હતી.
તૂર્કીયેના મંત્રીએ કરી આકરી ટીકા
તૂર્કીયેના મંત્રી યેરલિકાયાએ આ કાર્ટૂનની આકરી ટીકા કરતાં લખ્યું કે હું ફરી એકવાર એ લોકો ને શ્રાપ આપું છું જે અમારા પયગમ્બર મોહમ્મદ (સ.અ.વ.) નો કાર્ટૂન બનાવી વિવાદ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ ઘૃણાસ્પદ કાર્ટૂન બનાવનારાઓની ધરપકડ કરી લેવામાં આવી છે. આ બેશર્મ લોકોને કાયદા હેઠળ જવાબદાર ઠેરવાશે. ઉલ્લેખનીય છે કે ઘણા વર્ષો અગાઉ ફ્રાન્સમાં સંચાલિત શાર્લી હેબ્દો નામની મેગેેેઝીન દ્વારા પયગમ્બર સાહેબનું અપમાન કરાયું હતું.