World

ભારત બાદ હવે અફઘાનિસ્તાન પણ રોકશે પાકિસ્તાન જતું પાણી, કુનાર નદી પર ડેમ બાંધવાની તૈયારી

By GS TEAM
24 Oct 20252 mins read
TukuTouch Logo
ભારત બાદ હવે અફઘાનિસ્તાન પણ પાકિસ્તાનનો પાણી પુરવઠો અટકાવી શકે છે. તાલિબાનના ઉપ સૂચના મંત્રી મુઝાહિદ ફારાહીએ જાહેરાત કરી છે કે, જળ અને ઉર્જા મંત્રાલયે તાલિબાનના સર્વોચ્ચ નેતા શેખ હિબતુલ્લાહ અખુંદજાદાથી કુનાર નદી પર બંધનું નિર્માણ શરૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. આ નદી પાકિસ્તાનમાં થઈને વહે છે અને પાકિસ્તાન માટે પાણીનો મોટો સ્રોત છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભારત બાદ હવે અફઘાનિસ્તાન પણ રોકશે પાકિસ્તાન જતું પાણી, કુનાર નદી પર ડેમ બાંધવાની તૈયારી

Pakitan Water Supply Disrupts: ભારત બાદ હવે અફઘાનિસ્તાન પણ પાકિસ્તાનનો પાણી પુરવઠો અટકાવી શકે છે. તાલિબાનના ઉપ સૂચના મંત્રી મુઝાહિદ ફારાહીએ જાહેરાત કરી છે કે, જળ અને ઉર્જા મંત્રાલયે તાલિબાનના સર્વોચ્ચ નેતા શેખ હિબતુલ્લાહ અખુંદજાદાથી કુનાર નદી પર બંધનું નિર્માણ શરૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. આ નદી પાકિસ્તાનમાં થઈને વહે છે અને પાકિસ્તાન માટે પાણીનો મોટો સ્રોત છે. 

મુઝાહિદ ફરાહીએ જણાવ્યા પ્રમાણે, અમીર અલ-મુમિનીનને મંત્રાલયને વિદેશી કંપનીઓની રાહ જોયા વિના સ્થાનિક અફઘાન કંપનીઓ સાથે કોન્ટ્રાક્ટ કરવા આદેશ આપ્યો છે. જળ અને ઉર્જા મંત્રી મુલ્લા અબ્દુલ લતિફ મંસૂરે ભારપૂર્વક કહ્યું હતું કે, અફઘાનો પાસે જળ સંસાધનોના મેનેજમેન્ટનો અધિકાર છે.  મુઝાહિદે આ અંગે સોશિયલ મીડિયા મારફત જાણકારી આપી હતી.

સ્થાનિક કંપનીઓ સાથે કોન્ટ્રાક્ટ કરવા આદેશ

સર્વોચ્ચ નેતા શેખ હિબતુલ્લાહ અખુંદજાદાએ કુનાર નદી પર બંધના નિર્માણ કાર્ય ઝડપથી શરૂ કરવા માટે જળ અને ઉર્જા મંત્રાલયને નિર્દેશ આપ્યા છે. તેના માટે વિદેશી કંપનીઓના બદલે સ્થાનિક કંપનીઓને પ્રાથમિકતા આપવા આદેશ આપ્યો છે. અફઘાનિસ્તાનની કંપનીઓ સાથે ઝડપથી કોન્ટ્રાક્ટ કરવા કહ્યું છે, જેથી કામગીરીમાં વિલંબ ન થાય. ઉલ્લેખનીય છે, કાબુલની કુનાર નદી પાકિસ્તાન થઈને વહે છે. જે પાકિસ્તાન માટે પાણીનો મોટો સ્રોત ગણાય છે. 

જ્યારે ભારતે અટકાવ્યું પાણી...

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં  આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સાથેની સિંધુ જળ સંધિ રદ કરી હતી. જળ પુરવઠા પર પ્રતિબંધ લાદ્યો હતો. જેનાથી પાકિસ્તાનમાં પાણીની ખોટ સર્જાય હતી. જે પાકિસ્તાનના પંજાબના કૃષિ ક્ષેત્ર માટે પાણીનો મહત્ત્વનો સ્રોત હતો. પરંતુ ભારત દ્વારા 1960નો સિંધુ જળ કરાર રદ કરવામાં આવતાં ત્યાં પાણીનો કટોકટી સર્જાય છે.