World

અફઘાનિસ્તાનમાં ફરી ભૂકંપ, 4.6ની તીવ્રતાએ ધરા ધ્રૂજી, ડરના માર્યા લોકોએ ઊંઘમાંથી ઊઠી દોટ મૂકી

By GS TEAM
20 Jun 20251 min read
TukuTouch Logo
અફઘાનિસ્તાનમાં અવારનવાર આવતા ભૂકંપની ઘટનાઓ વધી ગઇ છે. આજે વહેલી સવારે જ ફરી એકવાર 4.6 ની તીવ્રતાએ ધરા ધ્રૂજી હતી. જેના કારણે લોકો ફફડી ગયા હતા અને ઊંઘમાંથી જ ઊઠીને ઘર બહાર દોટ મૂકવાની ફરજ પડી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

અફઘાનિસ્તાનમાં ફરી ભૂકંપ, 4.6ની તીવ્રતાએ ધરા ધ્રૂજી, ડરના માર્યા લોકોએ ઊંઘમાંથી ઊઠી દોટ મૂકી

Afgahnistan Earthquack News : અફઘાનિસ્તાનમાં અવારનવાર આવતા ભૂકંપની ઘટનાઓ વધી ગઇ છે. આજે વહેલી સવારે જ ફરી એકવાર 4.6 ની તીવ્રતાએ ધરા ધ્રૂજી હતી. જેના કારણે લોકો ફફડી ગયા હતા અને ઊંઘમાંથી જ ઊઠીને ઘર બહાર દોટ મૂકવાની ફરજ પડી હતી.



ભૂકંપનું કેન્દ્ર 50 કિ.મી. ઊંડે હતું 

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના અહેવાલ અનુસાર ભૂકંપનું કેન્દ્ર 50 કિ.મી. ઊંડે હતું. જોકે અત્યાર સુધી કોઇ મોટી જાનહાનિ કે માલહાનિના અહેવાલ સામે આવ્યા નથી. ઉલ્લેખનીય છે કે અગાઉ અફઘાનિસ્તાનમાં અનેકવાર ભારે ભૂકંપના આંચકા અનુભવાયા છે જેની અસર ભારતના દિલ્હી તથા ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં જોવા મળી ચૂકી છે.