કાબુલમાં ઘર ખર્ચ માટે પણ લોકોને ફાંફા, ફર્નિચર-રસોડાની વસ્તુઓ વેચીને તેમની જરૂરિયાતો કરે છે પૂરી
કાબુલ, તા. 14 સપ્ટેમ્બર 2021 મંગળવાર
અફઘાનિસ્તાનમાં તાલિબાનનુ રાજ આવ્યે એક મહિનો થઈ ગયો છે પરંતુ જંગ એના પહેલાથી ચાલી રહી છે. છેલ્લા કેટલાક મહિનાથી અફઘાનિસ્તાનના અલગ-અલગ ભાગોમાં કામકાજ ઠપ થયુ છે, લોકોની પાસે કમાણીનુ સાધન નથી. એવામાં લોકોને ઘર ખર્ચ ચલાવવા માટે પોતાના ઘરનો સામાન વેચવો પડી રહ્યો છે.
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં એક એવુ બજાર છે જ્યાં લોકો પોતાના ઘરનો સામાન લાવી રહ્યા છે. કોઈ પલંગ લાવી રહ્યુ છે, કોઈ ફર્નીચર તો કોઈ પોતાના રસોડાનો સામાન લાવી રહ્યુ છે. દરેક અહીં બજારમાં પોતાના આ સામાનને વેચી રહ્યા છે જેથી રૂપિયા મળી જાય અને ખાવાનુ અથવા અન્ય જરૂરી સામાનને ખરીદી શકાય.
તાલિબાનનું રાજ આવ્યા બાદ અફઘાનિસ્તાનમાં લાંબા સમય સુધી કેશનુ પણ સંકટ રહ્યુ, લોકો કલાક સુધી એટીએમ અથવા બેન્કની લાઈનમાં ઉભા હતા જેથી રૂપિયા નીકાળી શકાય. બજાર બંધ હતા એવામાં સામાન લાવવા અથવા વેચાણ માટે પણ ઘણી મુશ્કેલી પડી રહી હતી.
અલગ-અલગ પ્રતિબંધ હોવાના કારણે મુશ્કેલી
હવે જ્યારે તાલિબાને પોતાની સરકાર બનાવી લીધી છે ત્યારે કેટલીક હદ સુધી કામકાજ શરૂ થયુ છે પરંતુ હજુ પણ ઘણી મુશ્કેલી છે. ક્યાંય મહિલાઓને કામ કરવા દેવામાં આવી રહ્યુ નથી તો ક્યાંક તાલિબાનના યોદ્ધાઓ દ્વારા અલગ-અલગ પાબંદીઓ લગાવાઈ રહી છે. એવામાં લોકો પોતાના ઘરનો જૂનો સામાન વેચીને રૂપિયા ભેગા કરવામાં લાગેલા છે.
મોટી સંખ્યામાં લોકો તાલિબાનનુ રાજ આવ્યા બાદ દેશને પણ છોડીને ચાલી ગયા છે. એવામા અહીં રહેતા લોકોને કેટલાક પ્રકારની મુશ્કેલી થઈ રહી છે. તાલિબાને લોકોને પોતાના કામ પર પાછુ ફરવુ, ઓફિસમાં આવવાની અપીલ કરી છે પરંતુ દરેકને હજુ પણ ડર જ લાગી રહ્યો છે.