અફઘાનિસ્તાન : કાબુલના VIP વિસ્તારમાં જોરદાર વિસ્ફોટ, બેના મોત, ઘણાં ઈજાગ્રસ્ત
વિદેશ મંત્રાલય રોડ પર દૌદજઈ ટ્રેડ સેન્ટર પાસે મોટો વિસ્ફોટ
બ્લાસ્ટમાં 2 લોકોના મોત, ઘણા લોકો થયા ઈજાગ્રસ્ત
કાબુલ, તા.27 માર્ચ-2023, સોમવાર
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં એક મોટો વિસ્ફોટ થયો હોવાના અહેવાલો મળી રહ્યા છે. કાબુલમાં વિદેશ મંત્રાલય રોડ પર દૌદજઈ ટ્રેડ સેન્ટર પાસે મોટો ધડાકો થયો છે.
મીડિયા અહેવાલો અનુસાર આ બ્લાસ્ટમાં 2 લોકોના મોત થયા, તો ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા છે. નજરે જોનારાઓનું કહેવું છે કે, વિસ્ફોટ જોરદાર થયો હતો. હાલ તપાસ એજન્સીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને તપાસ હાથ ધરી છે. ઈજાગ્રસ્તોમાં બાળકોનો પણ સમાવેશ થાય છે. જે વિસ્તારમાં વિસ્ફોટ થયો હતો ત્યાં અનેક સરકારી ઈમારતો અને દૂતાવાસો આવેલા છે. વિસ્ફોટનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. ઘટના સ્થળે પહોંચેલા સુરક્ષા કર્મચારીઓ હાલ બચાવ કામગીરી શરૂ કરી દીધી છે.