પાકિસ્તાનમાં રહેતા અફઘાન નાગરિકોને સ્વદેશ પાછા ફરવા કહ્યું : પાક. નાગરિકોને અફઘાનિસ્તાનથી પાછા બોલાવ્યા

- પાકિસ્તાને અફઘાનિસ્તાનનો તેનો દૂતાવાસ બંધ કર્યો છે
- ફરી એકવાર પાક. સંરક્ષણ મંત્રી ખ્વાજા આસીફે અફઘાન યુદ્ધ માટે ભારત પર દોષારોપણ કર્યું : અફઘાન વિદેશ મંત્રી પર ધૂંધવાયા
ઈસ્લામાબાદ : પોતાના દેશ પર ઉતરેલી કોઈપણ આપત્તિ અંગે ભારતને દોષિત ઠરાવ્યા વિના પાકિસ્તાનને ચેન પડતું નથી. દુષ્કાળ કે અનરાધાર વર્ષા સિવાય કોઈ પણ નૈસર્ગિંક આપત્તિ જેવી કે પૂરો માટે પણ ભારતને જવાબદાર ઠરાવનાર પાકિસ્તાન અફઘાન વિદેશમંત્રી, આમીરખાન મુતાકીની ભારત યાત્રાથી તે બળી મર્યું છે. તેથી ૪૮ કલાકનો અફઘાનિસ્તાન સાથેનો યુદ્ધ વિરામ પૂરો થતાં બંને દેશો વચ્ચે ફરી યુદ્ધ ફાટી નીકળતાં તેમણે ફરી એકવાર ભારત ઉપર હુમલા શરૂ કરતાં કહી દીધું હતું કે, અફઘાનિસ્તાન ભારતની પ્રોક્ષીવોર લડી રહ્યું છે, તેવા આક્ષેપો શરૂ કરી દીધા છે.
અફઘાનિસ્તાનના જે નાગરિકો પાકિસ્તાનમાં રહેતા હતા, તેમને વીણી વીણીને પાછા અફઘાનિસ્તાન મોકલી દીધા છે તે સાથે અફઘાનિસ્તાનમાં રહેતા પાકિસ્તાની નાગરિકોને સ્વદેશ પાછા બોલાવી લીધા છે.
અફઘાનિસ્તાન સાથેનાં સંઘર્ષ અંગે ખ્વાજા આસીફે કહી દીધું છે કે, હવે વિરોધ યાદીમાં મોકલવામાં નહીં આવે કે, દૂતાવાસ દ્વારા સત્તાવાર વિરોધ (દ' માર્ચે) પણ કરવામાં નહીં આવે, પ્રતિનિધિ મંડળો પણ ત્યાં જશે નહીં. જ્યાંથી ત્રાસવાદ ફેલાતો રહેશે તે દેશને તેની ભારે કિંમત ચુકવવી પડશે.
વાત બહુ સ્પષ્ટ છે, આ યુદ્ધનો તત્કાળ અંત આવે તેમ નથી લાગતું તેમ નિરીક્ષકોનું માનવું છે.









