Get The App

શારીરિક શોષણના આરોપી અમેરિકાના સંરક્ષણ મંત્રી બનશે, જાણો ટ્રમ્પે કોને સોંપી છે કમાન

Updated: Jan 25th, 2025

GS TEAM

Google News
Google News
શારીરિક શોષણના આરોપી અમેરિકાના સંરક્ષણ મંત્રી બનશે, જાણો ટ્રમ્પે કોને સોંપી છે કમાન 1 - image


Image: Facebook

Pete Hegseth: ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારથી અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા છે ત્યારથી તેઓ એક પછી એક ચોંકાવનારા નિર્ણયો લઈ રહ્યા છે. હવે તેમણે અમેરિકન સેનેટ પીટ હેગસેથને સંરક્ષણ મંત્રી તરીકે પસંદ કરીને સૌને ચોંકાવી દીધા છે. કેમ કે પીટ અનેકવાર વિવાદોમાં રહ્યા છે અને તેમના પર એક મહિલાએ શારીરિક શોષણનો આરોપ લગાવ્યો હતો. જ્યારે આ મામલો જાહેરમાં આવ્યો તો તેમણે 50 હજાર અમેરિકન ડૉલર ચૂકવીને તેનું મોઢું બંધ કરાવી દીધું હતું. 

ઉલ્લેખનીય છે કે શનિવારે અમેરિકન સેનેટમાં પીટ હેગસેથને સંરક્ષણ મંત્રી બનાવવા માટે પસંદ કરવામાં આવ્યા હતા. તેના માટે વૉટિંગ પણ કરવામાં આવ્યું હતું જે દરમિયાન તેમના હરીફ અને તેમને 50-50 વૉટ મળ્યા હતા. જોકે અમેરિકાના ઉપપ્રમુખ જેડી વેન્સે નિર્ણાયક વૉટ આપીને પીટ હેગસેથનો સંરક્ષણ મંત્રી બનવાનો માર્ગ મોકળો કર્યો હતો. 

હેગસેથ પૂર્વમાં ફોક્સ ન્યૂઝના હોસ્ટ અને નેશનલ ગાર્ડના દિગ્ગજ રહી ચૂક્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે તેમને નવેમ્બરમાં સુરક્ષા વિભાગનું નેતૃત્ત્વ કરવા માટે નોમિનેટ કર્યા હતા. હેગસેથ પર બે વેટરન્સ સંગઠનોમાં શારીરિક શોષણ અને નાણાકીય ગેરવહીવટના આરોપ લાગ્યા હતા. 

હેગસેથે આ આરોપોનું જોરદાર ખંડન કર્યું અને આ મહિનાની શરૂઆતમાં સેનેટ સશસ્ત્ર સેવા સમિતિને કહ્યું હતું કે 'હું પોતાની ગત ભૂલોથી શીખ્યો છું. હું એક પરફેક્ટ વ્યક્તિ નથી પરંતુ ઉદ્ધાર સંભવ છે. હું પેન્ટાગોનના યુદ્ધ લડવાના સિદ્ધાંતને ફરીથી શરૂ કરવા માટે પ્રતિબદ્ધ છું.'

આ પણ વાંચો: અમેરિકાના ઈતિહાસનું સૌથી મોટું સામૂહિક હકાલપટ્ટી અભિયાન, ટ્રમ્પે હજારો ગેરકાયદે વસાહતીઓને તગેડી મૂક્યા

50000 ડોલરની ચૂકવણી

પીટ હેગસેથે 2017માં શારીરિક શોષણના આરોપ લગાવનારી મહિલાને 50,000 ડોલરની ચૂકવણી કરી હતી. તેમણે એક સેનેટરને આપવામાં આવેલા જવાબોમાં પોતે આનો ખુલાસો કર્યો. આ લેખિત જવાબ મેસાચુસેટ્સની ડેમોક્રેટિક સેનેટર એલિઝાબેથ વોરેનને આપવામાં આવ્યો હતો.  

હેગસેથના વકીલ ટિમોથી પાર્લાટોરેએ ગુરુવારે આ રકમ પર ટિપ્પણી કરવાથી ઈનકાર કરી દીધો. જોકે, નવેમ્બરમાં પાર્લાટોરેએ પુષ્ટિ કરી હતી કે આ કરાર ચૂકવણી કરવામાં આવી હતી અને હેગસેથે ગત અઠવાડિયે પોતાની સુનાવણી દરમિયાન કહ્યું હતું કે મારા વિરુદ્ધ ખોટા આરોપ લગાવવામાં આવ્યા હતા. 

Tags :