World

અબ્દુલ અલ સૈયદ પણ મિશિગનમાં જીત્યો, અમેરિકાને પહેલો મુસ્લીમ સેનેટર મળશે

By GS Team
4 Nov 20262 mins read
TukuTouch Logo
અમેરિકાની મધ્યવર્તી ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ઝટકો લાગ્યો છે. રિપબ્લિકન પાર્ટીએ બંને સદનમાં બહુમતી ગુમાવી છે. ટ્રમ્પે જેહાદી ગણાવેલા મિશિગનના મુસ્લિમ ઉમેદવાર અબ્દુલ અલ સૈયદ, જેઓ ડોક્ટર અને પ્રોફેસર છે, તેમણે 20 લાખથી વધુ મત મેળવી પ્રચંડ જીત મેળવી છે. આ પરિણામો અમેરિકન મતદારો દ્વારા ટ્રમ્પની નીતિઓના અસ્વીકારને દર્શાવે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અબ્દુલ અલ સૈયદ પણ મિશિગનમાં જીત્યો, અમેરિકાને પહેલો મુસ્લીમ સેનેટર મળશે
  • જેને ડૉનાલ્ડ ટ્રમ્પે જેહાદી કહ્યો હતો તેવો
  • અમેરિકાની મધ્યવર્તી ચૂંટણીમાં ટ્રમ્પને ઝટકો : બંને સદનમાં બહુમતી ગુમાવી રહ્યા છે, રિપબ્લિકન્સ પોતાના ગૃહમાં જ પરાજિત થયા

અમેરિકાની મધ્યવર્તી ચૂંટણીમાં પૂર્વાનુમાનો પ્રમાણે બંને સદનો હાઉસ ઓફ રેપ્રિઝેન્ટેટીવ્ઝ અને સેનેટમાં પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પનો પરાજય થયો છે. તેની પાર્ટી રીપબ્લિકન પાર્ટીને ડેમોક્રેટસે પ્રતિનિધિસભા તેમજ ઉપલા ગૃહ (સેનેટ) બંનેમાં પછાડ આપી છે. વાત સીધી અને સાદી છે. અમેરિકન્સે ટ્રમ્પની નીતિઓનો તદ્દન અસ્વીકાર કર્યો છે.
આ ચૂંટણીમાં પોતાનાં વક્તવ્યો દરમિયાન ટ્રમ્પે ફ્રાંસ, જર્મની અને ઇટાલી જેવા દેશોમાં ફેલાયેલ હિંસાનું ઉદાહરણ આપતાં મુસ્લીમ વસાહતીઓ પ્રત્યે નફરતનું અભિયાન છેડયું હતું. તેઓએ મીશીગનનો સેનેટની બેઠક માટેના ઉમેદવાર અબ્દુલ અલ સૈયદ ઉપર સતત પ્રહારો કરે રાખતા હતા, તેને જેહાદી પણ કહી દીધો હતો. છતાં તે ૨૦ લાખ મત મેળવી ૫૧.૮૩ ટકા વૉટ સાથે પોતાના પ્રતિસ્પર્ધી માઇકરોજર્સથ ઘણો જ આગળ હતો, તેનો વિજય નિશ્ચિત લાગે છે.
અબ્દુલ અલસૈયદ એક તબીબ છે. મહામારી વિશેષજ્ઞા છે. મિશિગનનાં ડેટ્રોઇટ શહેરમાં જન્મેલો સૈયદ ઇજીપ્તમાં વસાહતી માતા-પિતાનો પુત્ર છે તે મીશીગન યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ થયો પછી ઓક્સફર્ડમાંથી તેણે પબ્લિક હેલ્થમાં ડૉક્ટરેટની ઉપાધિ મેળવી, પછી કોલંબિયા યુનિવર્સિટીમાંથી પોતાની તબીબી ડીગ્રી મેળવી. તે એક સફળ ડૉક્ટર અને કોલંબિયા યુનિ.માં પ્રોફેસર હોવા છતાં, અમેરિકાની રાજનીતિમાં તેમણે રાજકારણમાં ઝંપલાવ્યું તેનું કારણ વધી રહેલી જાતિવાદી ભાવનાઓ અને નફરતનો સામનો કરવાનું હતું.
ઉલ્લેખનીય છે કે ન્યૂયોર્કના મેયર બનેલા મમદાની વિરૂદ્ધ પણ ટ્રમ્પે આવી જ ઝૂંબેશ ઉઠાવી હતી. છતાં તેઓ જીત્યા. મમદાની ભારતવંશીય છે, તેવો ભારતીય ફિલ્મ નિર્માતા મીરા નાયરના પુત્ર છે.
અબ્દુલ અલ સૈયદને મિશીગનની સૌથી મોટી કાઉન્ટી વેનના સ્વાસ્થ્ય વિભાગના ડાયરેક્ટર તરીકેનો પ્રશાસનિક અનુભવ છે. તેમણે આશરે ૧ લાખથી વધુ લોકોનાં મેડીકલ બિલ રદ્દ કરાવ્યાં. ગરીબ અને ઓછી આવકવાળાનાં સ્કૂલે જતાં બાળકોને નિ:શુલ્ક ચશ્મા અપાવ્યાં. પ્રદૂષણ ઘટાડવા માટે ઠેર ઠેર એરક્વોલિટી મોનીટર મુકાવ્યાં હતાં. આ બધાં કારણોસર તેઓની જીત નિશ્ચિત થઇ છે.