Get The App

ગર્ભાવસ્થા અને શિશુ જન્મ દરમિયાન દર બે મિનટે 1 મહિલાની થઈ રહી છે મૃત્યુઃ UN

Updated: Feb 23rd, 2023

GS TEAM

Google News
Google News
ગર્ભાવસ્થા અને શિશુ જન્મ દરમિયાન દર બે મિનટે 1 મહિલાની થઈ રહી છે મૃત્યુઃ UN 1 - image

- યુરોપ અને ઉત્તર અમેરિકામાં માતૃ મૃત્યુદરમાં 17 ટકાનો વધારો થયો છે

નવી દિલ્હી, તા. 23 ફેબ્રુઆરી 2023, ગુરૂવાર

તમામ અભિયાનો અને પ્રયાસો છતા આજે પણ ઘણી સ્ત્રીઓનું પ્રેગનન્સી અથવા ડિલિવરી દરમિયાન મૃત્યું થઈ જાય છે. UNએ ગુરૂવારના રોજ કહ્યું હતું કે 20 વર્ષમાં માતા મૃત્યુદરમાં ત્રીજા ભાગનો ઘટાડો થયો છે તેમ છતા હજુ પણ દર બે મિનિટે એક મહિલાનું મૃત્યુ થાય છે. UNએ કહ્યું હતું કે વર્ષ 2000થી 2015 વચ્ચે આ આકડામાં નોંધપાત્ર સુધારો થયો છે. ત્યારે 2016 અને 2020 દરમિયાન અનેક જગ્યાએ સ્થિતિ ફરીથી ખરાબ થઈ છે. 

જો આપણે વર્ષ 2020 ના આંકડાઓ પર નજર કરીએ તો, દરરોજ બાળકને જન્મ આપવા સંબંધિત સમસ્યાઓના કારણે 800 મહિલાઓ મૃત્યુ પામે છે. તે મુજબ દર બે મિનિટે એક મહિલાનું મૃત્યુ થાય છે. છેલ્લાં પાંચ વર્ષમાં એવું જોવા મળ્યું છે કે બેલારુસમાં માતૃ મૃત્યુ દરમાં ઝડપથી ઘટાડો થયો છે, જ્યારે વેનેઝુએલામાં સૌથી વધુ મૃત્યુદર વધ્યો છે. 20 વર્ષ દરમિયાન કુલ માતા મૃત્યુદરમાં 34.3 ટકાનો ઘટાડો થયો છે. કહેવાનો અર્થ એ છે કે 1 લાખ બાળકોના જન્મ પર 339 માતાઓની મૃત્યુ થઈ છે.

WHOના ચીફ ટેડ્રોસ અડાનોમે કહ્યું હતું કે જ્યાં એક બાજુ મહિલાઓ માટે ગર્ભાવસ્થા ખૂબ જ સકારાત્મક અનુભવ છે તો બીજી તરફ ઘણી મહિલાઓ માટે તે ભયાનક બની જાય છે. નવા સંશોધન બાદ એવું કહેવામાં આવ્યું છે કે આવા સમયે મહિલાઓને તાત્કાલિક હેલ્થકેરની જરૂર હોય છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે વર્ષ 2016થી 2020 દરમિયાન બે યુએન પ્રદેશોમાં માતા મૃત્યુદરમાં સુધારો થયો છે. જેમાં ઓસ્ટ્રેલિયા, ન્યુઝિલેન્ડ અને મધ્ય અને દક્ષિણ એશિયાનો સમાવેશ થાય છે.

યુરોપમાં મૃત્યુમાં વધારો

આંકડાઓ પ્રમાણે યુરોપ અને ઉત્તર અમેરિકામાં માતૃ મૃત્યુદરમાં 17 ટકાનો વધારો થયો છે. આ સિવાય લેટિન અમેરિકા અને કેરેબિયનમાં પણ 15 ટકા મૃત્યુ વધ્યા છે. જે દેશોમાં યુદ્ધ જેવી સ્થિતિ છે ત્યાં વધુ મહિલાઓ મૃત્યુ પામે છે. જેમાં અફઘાનિસ્તાન, સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક, કોંગો, સોમાલિયા, દક્ષિણ સુદાન, સુદાન, સીરિયા અને યમનનો સમાવેશ થાય છે.