Get The App

સુદાનનો એવો આદિવાસી સમુદાય જે ગાયને પરિવારનો સભ્ય માને છે

Updated: Apr 5th, 2025

GS TEAM

Google News
Google News
સુદાનનો એવો આદિવાસી સમુદાય જે ગાયને પરિવારનો સભ્ય માને છે 1 - image

Sudan Considers Cows as Family Members : દુનિયામાં એક તરફ શાકાહાર માટે પ્રયાસ થઈ રહ્યા છે, અનેક લોકો પશુઓના જીવ બચાવવા માંસાહાર ત્યજીને શાકાહાર તરફ વળી રહ્યા છે. બીજી તરફ ચીન જેવા દેશો છે જ્યાં ગમે તે પ્રાણી અને જીવને આરોગી જવામાં આવે છે. બીજી તરફ ભારત છે જ્યાં પ્રાણીઓને બચાવવા માટે સંઘર્ષ અને રમખાણો પણ થઈ જાય છે. આ બધા વૈવિધ્ય વચ્ચે દુનિયાનો એક એવો દેશ છે જ્યાં રહેતા લોકો પ્રાણીઓને પોતાના જીવ કરતા પણ વધારે સાચવે છે. તેમની આ સંસ્કૃતિ અને પરંપરા ભારતીય સંસ્કૃતિ અને પરંપરા સાથે પણ સામ્યતા ધરાવે છે. આ લોકો પોતાની ગાયો તથા અન્ય પશુઓ માટે એટલા બધા પ્રોટેક્ટિવ અને સંવેદનશિલ છે કે તેઓ હાથમાં મશિનગન રાખીને તેમનું રક્ષણ કરવા ફરતા હોય છે. તેઓ પોતાના પશુઓને તમામ સુવિધાઓ આપે છે. 

આ પણ વાંચો: એવું ક્યારેય નહીં થાય...', શ્રીલંકાએ દૂર કરી ભારતની સૌથી મોટી ચિંતા, પહેલી વખત સંરક્ષણ સમજૂતી પર હસ્તાક્ષર

સાઉથ સુદાનના મંડારીના લોકો માટે ગાય પરિવારની સભ્ય

આફ્રિકાના સાઉથ સુદાનમાં મુંડારી નામનો આદિવાસી સમુદાય રહે છે. તે લોકો ગાયને પોતાના જીવથી વધારે વહાલ કરે છે અને સાચવે છે. તેમના માટે ગાય કોઈ પ્રાણી નહીં પણ પ્રતિષ્ઠા અને સંસ્કારનો વિષય છે. આ લોકો ગાયોનું રક્ષણ મશિનગનથી કરે છે. લોકો હાથમાં હથિયારો રાખીને ગાયોની ચોકી કરતા હોય છે. 

ગાયના છાણથી બ્રશ કરે છે, તો ગૌમૂત્ર દ્વારા માથું ધોવાની પરંપરા

બીજી મોટીવાત એ છે કે, આ લોકો ગૌમૂત્ર દ્વારા પોતાના વાળ સાફ કરતા હોય છે. આ ઉપરાંત ગાયના છાણને સુકવીને તેનો પાઉડર બનાવીને તેના દ્વારા બ્રશ કરે છે. આ લોકો ગાયને પરિવારના સભ્યની જેમ સાચવે છે. તેને ખૂબ જ ખવડાવે-પીવડાવે છે. તેનું ધ્યાન રાખે છે. તઆ લોકોની ગાયો 8 ફૂટની ઉંચાઈ ધરાવતી હોય છે. તેમને પરિવારથી દૂર રાખવામાં આવતી નથી. 

આ પણ વાંચો: મેસાચ્યુસેટ્સમાં એક જ હોસ્પિટલની 10થી વધુ નર્સને બ્રેઈન ટ્યુમર થતાં ડૉક્ટર ટેન્શનમાં

ભેટ તરીકે અને દહેજમાં પણ ગાયો અપાય છે

આ સમુદાયના લોકો ગાયને ખૂબ જ મહત્ત્વ આપે છે તેથી તેનો મોટાભાગે વેપાર કરતા નથી. એક વખત તેની ખરીદી કર્યા બાદ તેને પરિવારની જેમ રખાય છે. સામાન્ય રીતે અહીંયા 40થી 45 હજાર રૂપિયામાં ગાય મળી જતી હોય છે. આ લોકો તેને ખૂબ સાચવે છે અને દિવસમાં બે વખત માલિશ કરે છે. તે ઉપરાંત ગાયો સાથે જ ઉંઘવાનું પસંદ કરે છે. તેમના માટે વધારે ગાયો સ્ટેટસ સિમ્બોલ પણ ગણાય છે. જે લોકો પાસે વધારે ગાયો હોય તેઓ ભેટમાં ગાયો આપતા હોય છે. આ ઉપરાંત દીકરીઓને લગ્નમાં દહેજ તરીકે ગાય આપવામાં આવતી હોવાની પણ પરંપરા છે. આ સિવાય ગાયના છાણ અને ગૌમૂત્રોનો ઉપયોગ તેઓ વિવિધ રીતે કરે છે.