World

ન તો ઈંટ, ન તો સિમેન્ટ : સ્વિટ્ઝર્લેન્ડમાં 3D ટેક્નોલોજીથી ટાવર બન્યું, જરૂર પડતાં લોકેશન બદલી શકે

By GS TEAM
19 Jun 20253 mins read
TukuTouch Logo
દુનિયામાં પર્યટન સ્થળોની કોઈ કમી નથી. વિદેશની વાત કરીએ તો લોકોના મનમાં ફરવા માટે સૌથી પહેલો વિચાર સ્વિટ્ઝર્લેન્ડનો જ આવે છે. સ્વિટ્ઝર્લેન્ડ ખરેખર એક સુંદર ટૂરિસ્ટ ડેસ્ટિનેશન છે. બોલિવૂડની અનેક ફિલ્મોનું શૂટિંગ અહીં કરવામાં આવ્યું છે. જે પણ લોકો સ્વિટ્ઝર્લેન્ડ ફરવા જાય છે તો સોશિયલ મીડિયા પર તેના ફોટોઝ અને વીડિયો છવાઈ જાય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ન તો ઈંટ, ન તો સિમેન્ટ : સ્વિટ્ઝર્લેન્ડમાં 3D ટેક્નોલોજીથી ટાવર બન્યું, જરૂર પડતાં લોકેશન બદલી શકે

Image Source: Twitter

Tower built with 3D technology in Switzerland: દુનિયામાં પર્યટન સ્થળોની કોઈ કમી નથી. વિદેશની વાત કરીએ તો લોકોના મનમાં ફરવા માટે સૌથી પહેલો વિચાર સ્વિટ્ઝર્લેન્ડનો જ આવે છે. સ્વિટ્ઝર્લેન્ડ ખરેખર એક સુંદર ટૂરિસ્ટ ડેસ્ટિનેશન છે. બોલિવૂડની અનેક ફિલ્મોનું શૂટિંગ અહીં કરવામાં આવ્યું છે. જે પણ લોકો સ્વિટ્ઝર્લેન્ડ ફરવા જાય છે તો સોશિયલ મીડિયા પર તેના ફોટોઝ અને વીડિયો છવાઈ જાય છે. 

જો કોઈ વસ્તુ કોમન છે તો તે 'દિલ વાલે દુલ્હનિયા લે જાયેંગે'નું ગીત છે. આમ તો સ્વિટ્ઝર્લેન્ડમાં ફરવા માટે ઘણું બધુ છે, પરંતુ તાજેતરમાં જ વધુ એક કલાકારી જોવા મળી છે. વાસ્તવમાં સ્વિટ્ઝર્લેન્ડના Mulegns ગામમાં વિશ્વનો સૌથી ઊંચો 3D પ્રિન્ટેડ ટાવર Tor Alva બન્યો છે. હવે આ ટાવર ટૂરિસ્ટો માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયો છે. તમને જાણીને હેરાની થશે કે, આ ગામની વસતી કુલ 12 લોકોની જ છે. 

આ ટાવરની બનાવટ જ તેને ખાસ બનાવે છે. આ ટાવરને જોતા તે કોઈ કેક લાગે છે. આજે અમે તમને સ્વિટ્ઝર્લૅન્ડના Mulegns ગામમાં બનેલા આ 3D પ્રિન્ટેડ ટાવરની ખાસિયત જણાવવા જઈ રહ્યા છીએ. ચાલો તો તેના વિશે વિગતવાર જાણીએ...

આ 3D પ્રિન્ટેડ ટાવર ખૂબ જ સુંદર છે

તમને જણાવી દઈએ કે ગાઢ પર્વતો અને હરિયાળી વચ્ચે બનેલો આ વ્હાઈટ ટાવર સુંદર તો છે જ, પણ આ સાથે તેને બનાવવાની રીત પણ અદ્ભુત છે. લગભગ 30 મીટર ઊંચા આ ટાવરમાં, સ્પાઈરલ સીડીઓ ચઢતા તમને આર્કિટેક્ચર અને ડિઝાઈનને નજીકથી જોવાની તક મળશે. જો તમે સ્વિટ્ઝર્લૅન્ડના ફેમસ ટૂરિસ્ટ ડેસ્ટિનેશનથી હટકર કંઈક એક્સપ્લોર કરવા માગો છો તો Tor Alva ટાવરને પોતાની ટ્રાવેલ લિસ્ટમાં ચોક્કસ સામેલ કરો. 

3D પ્રિન્ટેડ ટાવરની વિશેષતા:

- Tor Alvaની કુલ ઊંચાઈ લગભગ 30 મીટર (લગભગ 98 ફૂટ) છે.

- આ દુનિયાનો સૌથી ઊંચો 3D પ્રિન્ટેડ ટાવર છે. 

- ટાવરમાં એક સ્પાઈરલ સીડી બનાવવામાં આવી છે, જે સૌથી ઉપર એક ગુંબજવાળા થિયેટર સુધી જાય છે.

- થિયેટરમાં 32થી 45 લોકોના બેવાની ક્ષમતા છે.

- આ ટાવર સંપૂર્ણપણે લોડ-બેરિંગ 3D પ્રિન્ટેડ સ્ટ્રક્ચર છે, જેનો અર્થ એ થાય કે તે કોઈપણ સપોર્ટ બીમ કે ગ્રીડ વિના પોતાનો બધો ભાર પોતાના પર જ વહન કરે છે.

- તેનું જરૂર પડતાં લોકેશન બદલી શકાય છે.

- ઊંચાઈ પર બેસીને પહાડોની સુંદરતા પણ જોઈ શકાય છે. 

આ પણ વાંચો: યુદ્ધ વચ્ચે ઈરાનને ઝટકો: ખામેનેઈના ભત્રીજાએ જ કર્યું સત્તાપલટાનું આહ્વાન, કહ્યું- શાંતિ માટે શાસનનો અંત જરૂરી

કેવી રીતે બન્યો આ ટાવર?

આ ટાવરને બનાવવા માટે ETH Zurichના એન્જિનિયરો અને આર્કિટેક્ટ્સે ખાસ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો હતો. આ ટાવર લગભગ 2500 સ્તરોમાં રોબોટિક 3D પ્રિન્ટીંગનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યો છે. આ ટેકનોલોજીમાં સ્ટીલના રિંગ્સ અને વર્ટિકલ રોડનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.

તમને જણાવી દઈએ કે, આખા ટાવરને પ્રિન્ટ કરવા અને એસેમ્બલ કરવામાં કુલ 900 કલાક લાગ્યા હતા. એટલે કે તેનું કામ 5 મહિનામાં પૂર્ણ થયું. તેને પ્રવાસીઓ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. 23 મેથી અહીં ગાઈડેડ ટૂર પણ શરૂ થઈ ગયા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જુલાઈથી થિયેટર પરફોર્મન્સ પણ શરૂ થઈ જશે. તમને જણાવી દઈએ કે આ સ્થળ Zurichથી લગભગ 80 કિલોમીટર દૂર છે.