Get The App

પૂર્વ અમેરિકા પર બરફનું તોફાન તોળાઈ રહ્યું છે : અત્યારે ન્યૂયોર્કથી ફ્લોરિડા અને મિસિસિપી પર સફેદ ચાદર છવાઈ છે

Updated: Jan 5th, 2025

GS TEAM

Google News
Google News
પૂર્વ અમેરિકા પર બરફનું તોફાન તોળાઈ રહ્યું છે : અત્યારે ન્યૂયોર્કથી ફ્લોરિડા અને મિસિસિપી પર સફેદ ચાદર છવાઈ છે 1 - image

વિમાન અને માર્ગ વાહન વ્યવહાર સ્થગિત થઇ રહ્યો છે :

આ તોફાન પછી બીજું તોફાન પણ આવવાની ભીંતિ : સેંકડો વૃક્ષો, વીજળીના થાંભલા જમીન દોસ્ત : ૬ કરોડથી વધુ લોકો આ ડેન્જરસ તોફાનની ઝપટમાં આવશે

વૉશિંગ્ટન: પૂર્વ અમેરિકામાં ન્યૂયોર્કથી ફ્લોરિડા અને મિસીસીપી સુધી સફેદ ચાદર છવાઈ રહી છે. તેવામાં હવામાન વિભાગે, બરફનાં પ્રચંડ તોફાનની આગાહી કરી દીધી છે. ઠંડાગાર બર્ફીલા પવનોને લીધે વિમાન વ્યવહાર તેમજ માર્ગ વાહન વ્યવહાર સ્થગિત સમાન થઇ ગયો છે.

તેવામાં ઉત્તર પૂર્વમાંથી આવતા ઠંડાગાર લેબ્રેડોર કરન્ટને લીધે બરફનું વાવાઝોડું ઉત્તર-પૂર્વ અમેરિકાથી છેક એટલાન્ટિક તટનાં ફ્લોરિડા અને ગલ્ફ ઓફ મેક્સિકોનાં તટે રહેલા મિસીસીપી રાજ્ય સુધી સોમવારે બરફનું તોફાન ફરી વળવાની નેશનલ વેધર સર્વિસે આગાહી કરી છે. આથી દેશના પૂર્વ ભાગમાં રહેતા છ કરોડથી વધુ લોકોને સીધી અસર થવા સંભવ છે.

નેશનલ વેધર સર્વિસનાં કેન્સાસ સ્થિત કેન્દ્રએ વધુમાં ચેતવણી ઉચ્ચારી છે કે, પશ્ચિમ કન્સાસ, ઉપરાંત ડેલવર સુધી એટલાન્ટિક તટના સમગ્ર ૧૫૦૦ માઇલના પટ ઉપર તત્કાળ અસર થવા પૂરો સંભવ છે. તે જણાવે છે કે, આ બરફનાં તોફાનની સાથે પ્રચંડ ગતિએ ફૂંકાનારા પવનોને લીધે સેન્ટ્રલ પ્લેઇન્સથ મિડ એટલાન્ટિક સુધીનો વિસ્તાર જે અત્યારે પણ બરફની ચાદર નીચે છે તે આ તોફાનને લીધે ઠુંઠવાઈ જવાનો છે. આ દેશનો હેવીએસ્ટ સ્નોફોલ થવા સંભવ છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે પૂર્વ અમેરિકાના કેટલાયે વિસ્તારોમાં અત્યારે બબ્બે ફીટના બરફના થર જામી ગયા છે. હવે આ બરફનું તોફાન આવતા કેટલું નુકસાન થશે તે કહી શકાય તેમ નથી. અત્યારે જ આ વિસ્તારોમાં વિમાન સેવા તેમજ માર્ગ વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે.