Get The App

દ.અમેરિકામાં 8.0ની તીવ્રતાના જોરદાર ભૂકંપથી લોકોમાં ફફડાટ, સુનામીનું એલર્ટ જાહેર

Updated: Aug 22nd, 2025

GS TEAM

Google News
Google News
દ.અમેરિકામાં 8.0ની તીવ્રતાના જોરદાર ભૂકંપથી લોકોમાં ફફડાટ, સુનામીનું એલર્ટ જાહેર 1 - image


USA Earthquack News : દ.અમેરિકામાં ભૂકંપનો જોરદાર આંચકો અનુભવાયો છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 8.0 મપાઈ હતી. જોકે ભૂકંપને કારણે હજુ સુધી કોઇ જાનહાનિ કે માલહાનિના અહેવાલ સામે આવ્યા નથી પરંતુ વિસ્તારમાં સુનામીનું એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. 



ક્યાં આવ્યો હતો ભૂકંપ? 

અહેવાલ અનુસાર આ ભૂકંપના આંચકા ડ્રેક પેસેજ વિસ્તારમાં અનુભવાયા હતા. આ એક ઊંડો અને પહોળો દરિયાઈ માર્ગ છે જે દક્ષિણ પશ્ચિમ એટલાન્ટિક મહાસાગર અને દક્ષિણ પૂર્વ પેસિફિક મહાસાગરને જોડે છે. 

ભૂકંપનું કેન્દ્ર કેટલે ઊંડે હતું? 

USGS ના ડેટા અનુસાર, ભૂકંપ 10.8 કિલોમીટરની ઊંડાઈએ નોંધાયો હતો. તમને જણાવી દઈએ કે પૃથ્વીની અંદર સાત ટેક્ટોનિક પ્લેટો છે. આ પ્લેટો સતત ફરતી રહે છે. જ્યારે આ પ્લેટો એકબીજા સાથે અથડાય છે, એકબીજા સામે ઘસાય છે, એકબીજા પર ચઢી જાય છે અથવા એકબીજાથી દૂર જાય છે, ત્યારે જમીન ધ્રુજવા લાગે છે. તેને જ ભૂકંપ કહેવામાં આવે છે. ભૂકંપ માપવા માટે રિક્ટર સ્કેલનો ઉપયોગ થાય છે. જેને રિક્ટર મેગ્નિટ્યુડ સ્કેલ કહેવામાં આવે છે.


Tags :