Get The App

ચીનમાં નવો કોરોના વાઇરસ મળતા વિશ્વમાં ફફડાટ

Updated: Feb 23rd, 2025

GS TEAM

Google News
Google News
ચીનમાં નવો કોરોના વાઇરસ મળતા વિશ્વમાં ફફડાટ 1 - image


- બેટવુમન તરીકે વિખ્યાત શી ઝેગ લીની ટીમે નવો વાઇરસ શોધ્યો

- નવો વાઇરસ ચામાચીડિયામાંથી મળ્યો, તે જૂના કોરોના જેટલો જ ખતરનાક: માણસોને ચેપ લાગવાનું જોખમ

- અગાઉ કોરોનાની આગાહી પણ મેં જકરી હતી, પરંતુ ચીનની સરકારે નકારી કાઢી હતી: ઝેંગ લીનો દાવો

બૈજિંગ : કોરોનાએ સમગ્ર વિશ્વમાં મચાવેલા હાહાકારથી આખુ વિશ્વ વાકેફ છે અને સત્તાવાર આંકડા મુજબ કોરોનાએ વિશ્વમાં ૭૦ લાખથી વધુ લોકોનો ભોગ લીધો છે. હવે લોકો કોરોનાને માંડ-માંડ વિસારે પાડી રહ્યા છે ત્યારે કોરોનાએ ફરીથી નવા સ્વરુપમાં દસ્તક દીધી છે. ચીનના વૈજ્ઞાાનિકે જણાવ્યું છે કોરોના વાઇરસ જેવો જ નવો વાઇરસ ચામાચીડિયામાં જોવા મળ્યો છે, જે માનવીમાં ટ્રાન્સફર થઈ શકે છે. ચીનની વિજ્ઞાાનીના આ નિવેદને ફક્ત ચીન જ નહીં આખા વિશ્વમાં સનસનાટી મચાવી દીધી છે.

વિશ્વને જાણે એવો અહેસાસ થઈ રહ્યો છે કે તે ફરી પાછા ૨૦૨૦ની સ્થિતિ તરફ પાછા જઈ રહ્યા છે. આ વાઇરસ પણ પાછો વુહાનમાં જ શોધાયો છે જ્યાંથી અગાઉનો કોરોના વાઇરસ લીક થયો હોવાનું માનવામાં આવે છે. 

વૂહાનમાં બનેલી ચીનની સૌથી મોટી વાઇરસ લેબોરેટરીમાં ''બેટ-વૂમન'' તરીકે ''વિખ્યાત'' બના ગયેલી વિજ્ઞાાની શી ઝેંગલીની ટીમે કોવિડ-૧૯  જેવો જ એક ખતરનાક વાઇરસ એચ.કે.યુ.૫-કોવ-૨ શોધી કાઢ્યો છે. જે કોવિડ-૧૯ ફેલાવતા વાઇરસ જીછઇજી-ર્ભફ- ૨ ની જેમ જ શ્વાસ દ્વારા પણ માનવીના શરીરમાં પ્રવેશી શકે છે. આ વાઇરસની શોધથી વેક્સિન બનાવતી કંપનીઓના શેર શુક્રવારથી ઊંચકાવા શરૂ થયા છે. 

જોકે હજી સુધી તો આ વાઇરસ લેબોરેટરીમાં જ ટેસ્ટ-ટયુબમાં રહેલો છે. હજી સુધી માનવીને તેની કોઈ અસર દેખાઈ નથી.  આ વાઇરસ શુક્રવારે જ લેબોરટરીમાં શાધાયો હતો. 

આ વાઇરસ Hku5-CoV- 2, મેરલેકોવાયરસ સબજીનસ પ્રકારનો છે, તેમાં Mers વાયરસ પણ હોય છે.

આ માહિતી આપતા રૉઈટર્સ જણાવે છે કે નવા આઈસોલેટેડ સ્ટ્રેઈન માનવ કોમોમાં રહેલા એસીઈન્ટ ટીસેપ્ટર સાથે જોડાઈ જાય છે. તે જોડાણનો માર્ગ કોવિદ-૧૯ જેવો છે.

હોંગ-કોંગ સ્થિત સાઉથ-ચાયના મોર્નિંગ પોસ્ટ જણાવે છે કે  ઝેનગ્લીયે કોવિડ-૧૯ પણ આમા ચીડીયાના દેહ ઉપરથી શોધી કાઢ્યો હતો અને પછીથી તે દુનિયામાં ફેલાયો હતો. પરંતુ ચીનની સરકારે તેમની વાતને નકારી કાઢી હતી. 

આ Hku5-CoV- 2, કોવિડ-૧૯ જેવો જ લક્ષણો ધરાવે છે. તે Hku-5, કોરોના વાયરસની જેમ જ શ્વાસ દ્વારા ફેલાય છે. ઉલ્લેખનીય છે કે આ નવો વાઇરસ કોવિદ-૧૯ કરતાં પણ વધુ ખતરનાક છે. તે ચામાચીડીયામાં મળી આવ્યો છે. તેના લક્ષણો છે તાવ આવવો, કફ થવો, થાક લાગવો, મુંઝારો થવો, છીંકો આવવી, ઠંડી લાગવી, ભૂખ મરી જવી, શ્વાસ રૃંધાયો, ઝાડા થવા અને ઉલ્ટીઓ થવી. હજી આ વાઇરસ માનવીઓમાં દેખાયો નથી છતાં તજજ્ઞાો કહે છે કે કોવિડ-૧૯ સમયે રખાયેલી સાવચેતી રાખવી જરુરી છે. માસ્ક પહેરવો અને સામાન્ય તંદુરસ્તીની પણ તબીબી તપાસ અમુક અમુક સમયે કરાવતા રહેવી. સૌથી મોટી મુશ્કેલી તે છે કે આ વાઇરસની કોઈ વેક્સિન હજી શોધાઈ નથી.

યુએસએઇડ-કોરોના વચ્ચે વિચિત્ર સમીકરણ

કોરોના ફેલાવનારી ચીનની વુહાન લેબ અમેરિકાના પૈસે ચાલે છે !

- ટ્રમ્પે અગાઉ મદદ ઘટાડી ત્યારે કોરોના આવ્યો, આ વખતે ફંડ સાવ બંધ કરતાં કોરોનાની ચેતવણી

બૈજિંગ : સમગ્ર વિશ્વમાં કોરોના ફેલાવનારી ચીનની વુહાન લેબ અમેરિકાના રુપિયે ચાલે છે. તેને યુએસએઇડની સીધી મદદ મળે છે. આમ યુએસએઇડ અને કોરોના વચ્ચે અજબનું સમીકરણ ઉભરી આવ્યું છે. 

અગાઉ કોરોના ફેલાયો ત્યારે ચીન પોતે કહેતું હતું કે વુહાન લેબમાંથી કોરોના ફેલાયો તેમા તેનો હાથ નથી. કોરોના વાઇરસ લીક થયો તેમા કોઈપણ રીતે ચીન સામેલ નથી, પણ હવે યુએસએઇડની આખી વાત ઉઠવા માંડી છે ત્યારે આખુ ચિત્ર બદલાયું છે. જો વુહાન લેબની જોડે ચીન છે તો પડદા પાછળ અમેરિકાની સંસ્થા યુએસએઇડ છે.

આશ્ચર્યની વાત એ છે કે વુહાન લેબમાં ગેઇન-ઓફ-ધ ફંકશન ઓફ કોરોના વાઇરસનો સ્ટડી અમેરિકાના યુએસએઇડની સહાયતાથી ચાલતો હતો. ટ્રમ્પે તેના પહેલા કાર્યકાળમાં યુએસએઇડ દ્વારા ચીનને અપાતા ભંડોળમાં જબરદસ્ત કાપ મૂક્યો હતો. આ કાપનો ભોગ બનનારામાં ચીનની વુહાન લેબ પણ હતી. આશ્ચર્યની વાત એ છે કે ટ્રમ્પે ચીનની વુહાન લેબ સહિતની બધી જ નાણાકીય સહાયમાં કાપ મૂક્યો તે જ વખતે એવો અજબનો યોગાનુયોગ રચાયો કે કોરોના વાઇરસ વુહાન લેબમાંથી લીક થયો. આ વાઇરસના કારણે અમેરિકન પ્રમુખ ટ્રમ્પ ચૂંટણી પણ હારી ગયા. 

હવે ટ્રમ્પ ફરીથી જીત્યા છે અને તેમણે યુએસએઇડને ટાર્ગેટ બનાવી છે. તેમણે આ વખતે તો પ્રમુખ બન્યા પછી યુએસએઇડને રીતસરના તાળા જ મારી દીધા છે. તેમણે યુએસએઇડને તાળા માર્યા અને યોગાનુયોગ એ છે કે આ જ સમયે ચીનની તે જ વુહાન લેબે કોરોનાવાઇરસના નવા સ્વરૂપની જાહેરાત કરી. આ યુએસ એઇડ દ્વારા આપવામાં આવતી સહાય અને વુહાન લેબમાંથી નીકળતા કોરોના વચ્ચે અજબનું સમીકરણ છે. સહાય કપાય કે બંધ થાય તો વાઇરસ નીકળે અને જારી રહે તો બધુ જ રાબેતા મુજબ જારી રહે. આ નવો વાઇરસ વિશ્વને જે ભલે નુકસાન પહોંચાડે, પરંતુ ટ્રમ્પને ફરીથી સત્તા પર ન આવવા દેવામાં મહત્વની ભૂમિકા ચોક્કસ ભજવી શકે છે.

Tags :