OMG! બે બાળકોની માતાને 18 વર્ષ નાના છોકરા સાથે થયો પ્રેમ, 24 વર્ષના લગ્નજીવનનો આણ્યો અંત
Image Source: Twitter
- એનના બાળકોએ આ સંબંધનો સ્વીકાર ન કર્યો
નવી દિલ્હી, તા. 20 મે 2023, શનિવાર
જ્યારે લોકો સંબંધોમાં મીઠાશને બદલે કડવાશ અનુભવવા લાગે છે ત્યારે તેઓ બ્રેકઅપ કરી લે છે. તેની પીડા તે જ લોકો વર્ણવી શકે છે જેમણે તે અનુભવ્યું હોય. આ જીવનનો સૌથી દુર્ભાગ્યપૂર્ણ ભાગ છે. પરંતુ જો તમારો જીવનસાથી તમને કોઈ નાની ઉમરના વ્યક્તિ માટે છોડી દે અને તમને એક ચિઠ્ઠી દ્વારા જણાવે તો તમને કેવું લાગશે? યુકેની એક મહિલાએ 24 વર્ષ જૂના લગ્નને તોડીને કંઈક આવું જ કર્યું. તેણે 18 વર્ષ નાના છોકરા સાથે પ્રેમમાં પડ્યા બાદ લગ્ન કરી લીધા.
ઈંગ્લેન્ડની 53 વર્ષીય એન જોનસને સ્વીકાર કર્યું કે, તેણે 18 વર્ષ નાના પોલ માટે પોતાના પતિને છોડી દીધો છે. પોલ સાથે એનની મુલાકાત ઓનલાઈન થઈ હતી. થોડા જ સમયમાં એનને પોલ સાથે પ્રેમ થઈ ગયો. પતિ સાથે ડિવોર્સના 3 વર્ષ બાદ એન એ પોલ સાથે લગ્ન કરી લીધા. બે બાળકોની માતા એનનું કહેવુ છે કે, પૂર્વ પતિ સાથે તેનું રિલેશન એક ફ્લેટ મેટ જેવું હતું. તેને એ વાતનું દુ:ખ છે કે, તેના બાળકો લગ્નમાં સામેલ ન થયા.
મહિલાનું કહેવું છે કે, ઉંમરના તફાવતને કારણે તે પોલ સાથે વાત કરવામાં અચકાતી હતી. પરંતુ એક દિવસ જ્યારે પોલે તેને બાહોમાં લીધી તો જીવનમાં નવીનતાનો અહેસાસ થયો. એ પછી અમે લગ્ન કરી લીધા. પરંતુ એનના બાળકોએ આ સંબંધનો સ્વીકાર ન કર્યો.
આ ઓક્ટોબર 2012ની વાત છે જ્યારે એનનો પુત્ર વધુ અભ્યાસ માટે ઘર છોડીને ગયો હતો. આ સમય દરમિયાન એનની પોલ સાથે મુલાકાત થઈ હતી. પોલ ડિલિવરી ડ્રાઈવર છે. ત્યારે તે માત્ર 30 વર્ષનો હતો. પોલ પણ પરિણીત હતો ત્યારે તેની બે વર્ષની પુત્રી હતી. પરંતુ એનને મળ્યાના છ મહિના બાદ જ તે એન સાથે પ્રેમ થઈ ગયો હતો.