World

ચીનમાં વિદેશી યુવકના પ્રેમમાં પેડલી યુવતીને લીધે ભારે ધમાલ ધાંધલ

By GS TEAM
18 Jul 20252 mins read
ચીનમાં વિદેશી યુવકના પ્રેમમાં પેડલી યુવતીને લીધે ભારે ધમાલ ધાંધલ

- હાન-વંશીઓ : પોતાને દુનિયાની સર્વશ્રેષ્ઠ પ્રજા માને છે

- યુનિવર્સિટીએ તે યુવતીને રસ્ટ્રીકેટ કરતાં કેટલાક ઉદારમતવાદીઓએ ડાલિયાન પોલિટેકનિક યુનિવર્સિટીના આ નિર્ણયને તાલીબાની કહ્યો

બૈજિંગ : મૂળવાત તે છે કે ચીનના હાન વંશીઓ પોતાને દુનિયાની સર્વશ્રેષ્ઠ પ્રજા માને છે. તેવામાં ચીનની ડાલિયાન પોલિટેકનિક યુનિવર્સિટીએ મૂળ યુક્રેની તેવા એક વિદ્યાર્થી ગેમર ડેલિનો ટેસ્લેન્કો નામના યુવકના પ્રેમમાં પડી ગઈ.

યુનિવર્સિટીના સત્તાધીશોને આ માહિતી મળતાં તેમણે તે વિદ્યાર્થીનીને રસ્ટ્રીકેટ કરી દીધી. જો કે ગોપનીયતાની દ્રષ્ટિએ યુનિવર્સિટીએ તે યુવતીનું નામ જાહેર નથી કર્યું. પરંતુ તેને જેની સાથે પ્રેમ થઇ ગયો હતો તે યુવકનું નામ જાહેર કરવામાં આવ્યું હતું.

યુનિવર્સિટીના આ નિર્ણય સામે ચીનમાં રહેલા કેટલાક ઉદારમતવાદીઓએ સોશ્યલ મીડીયા પર તેનો સખત વિરોધ કરતાં યુનિવર્સિટીના તે નિર્ણયને તાલિબાની નિર્ણય કહ્યો હતો.

તે યુવક ઉપર એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે તેણે તેમ કહ્યું હતું કે ચીની છોકરીઓ તો સહેલાઇથી મળી શકે છે. આ અંગે ડેલીનો ટેસ્લેન્કોએ શપથ ઉપર જણાવ્યું કે મેં તેવું કશું જ કહ્યું નથી, કે નથી મેં તે યુવતી સાથે જરા પણ દુર્વ્યવહાર કર્યો છતાં મારી સામે તેમજ તે યુવતી સામે લેવાયેલાં તે પગલાં ઘણા જ અનુચિત છે.

એક મત તેવો પણ વહી રહ્યો છે કે ચીન રશિયાનું જીગરજાન મિત્ર છે, યુક્રેનને રશિયા તેનું દુશ્મન માને છે. તે પ્રમાણે કાર્યવાહી પણ ચાલે જ છે. તેવામાં કોઈ ચીની યુવતી યુક્રેની યુવક સાથે પ્રેમ કરે તે ગર્વીષ્ટ હાનવંશી ચીનાઓ માટે અસહ્ય છે. બીજી તરફ કેટલાક ઉદારમતવાદી ચીનાઓ સોશ્યલ મીડીયા પર યુનિવર્સિટીના તે નિર્ણયને તાલીબાની નિર્ણય જ કહે છે.