Get The App

પાંચ-છ વર્ષનો છોકરો વ્હાઈટ હાઉસની ફેસમાંથી સરકી પટાંગણમાં ઘૂસ્યો : સલામતી રક્ષકે તેડી માતા-પિતાને સોંપ્યો

Updated: Mar 28th, 2025

GS TEAM

Google News
Google News
પાંચ-છ વર્ષનો છોકરો વ્હાઈટ હાઉસની ફેસમાંથી સરકી પટાંગણમાં ઘૂસ્યો : સલામતી રક્ષકે તેડી માતા-પિતાને સોંપ્યો 1 - image

- આ ઘટનાએ ભારે રમૂજ પ્રસારી છે : છોકરા માટેનો ભવિષ્યમાં પાર્ટી-ટાઈમે આ ઘટના આનંદદાયક સ્ટોરી બની રહેવાની છે

વૉંશિંગ્ટન, (ડી.સી.) : વિશ્વ રાજકારણનાં કેન્દ્રબિંદુ સમાન વ્હાઈટ હાઉસ પર તો અત્યારે ગાંભીર્યની ચાદર છવાઈ રહી છે. ફર્સ્ટ સીટીઝન ઓફ વર્લ્ડ (પ્રમુખ) અને ફર્સ્ટ લેડીથી શરૂ કરી વ્હાઈટ હાઉસના તમામ અધિકારીઓ અજયે રહેલા છે.

તેવામાં પાંચ-છ વર્ષના બાળકે રંગભીની રમૂજ ફેલાવી દીધી છે. વાત એમ બની છે કે ગઈકાલે સાંજે પોતાનાં બાળકને વ્હાઈટ હાઉસ દેખાડવા એક દંપતિ વ્હાઈટ હાઉસ પાસે પહોંચ્યું ત્યારે તેની બહારની પાસે રહેલી પોલાદના નાના સ્તંભોની રેલિંગ તે પછી મેઈન વાડ તે બધામાંથી સરકી પેલો પાંચ વર્ષનો બાળક વ્હાઈટ હાઉસની લોન ઉપર પહોંચી ગયો. ત્યાં સલામતી રક્ષકનું ધ્યાન જતાં તેને ઊંચકી તેડી લીધો. તેને પૂછ્યું કે તું શું કામ અહીં ઘૂસ્યો ત્યારે કહે કે હું અહીં રહેલાં લીલીનાં પુષ્પો સાથે રમવા માગતા હતો. 

આ પછી સલામતી રક્ષકોએ તે બાળકને તેનાં માતા-પિતાને સોંપી દીધો. માતાપિતા તેને ઠપકો આપવા લાગ્યાં ત્યારે સલામતી રક્ષકે જ કહ્યું જવા દો અમને તો તેની ઘૂસણખોરીથી રમૂજ આવે છે. આ અંગેની એક વિડીયો ક્લિપ પણ વાયરલ થઈ ગઈ છે. જેમાં બાળક લોન પર જતો દેખાય છે. સલામતી રક્ષક તેને પકડી ઊંચકી લે છે. અને પછી તે બીજા સલામતી રક્ષકને સોંપતો દેખાય છે. જે તે બાળકને તેનાં માતા-પિતાને સોંપતો દેખાય છે. 

એક નેટીજને વિનોદમાં કીધું : ''તે ભવિષ્યમાં પ્રમુખ બનવા માગતો હશે.''

આવી તો અનેકવિધ કોમેન્ટ્સ જુદી જુદી નેટીઝન્સે કરી હતી.