World

માણસની માફક સીટમાં બેસીને બાજ પક્ષીઓ પણ વિમાનમાં મુસાફરી કરે છે

By GS TEAM
28 Jul 20252 mins read
માણસની માફક સીટમાં બેસીને બાજ પક્ષીઓ પણ વિમાનમાં મુસાફરી કરે છે

દુબઇ,28 જુલાઇ,2025,સોમવાર 

સોમવાર એક દેશથી બીજા દેશનો પ્રવાસ માટે પાસપોર્ટની જરુર પડે છે પરંતુ એ જાણીને નવાઇ લાગશે કે માણસ જ નહી બાજ પક્ષી પણ પાસપોર્ટ સાથે વિમાનમાં મુસાફરી કરે છે. યુએઇમાં બાજને પાસપોર્ટ સાથે કાયદેસર વિમાનમાં બેઠેલું જોવુંએ અકલ્પનીય લાગે તેવી હકિકત છે. તાજેતરમાં અમાર અલ મર્રી નામના બાજપાલકે પોતાના બાજ સાથે વિમાનમાં બેસીને  ઉઝબેકિસ્તાન, ઇરાક અને સાઉદી અરબનો પ્રવાસ કર્યો છે. 

૩૫ વર્ષના અલ મરીએ આ પ્રવાસ અંગે ઇન્સ્ટાગ્રામ પર માહિતી શેર કરતા આશ્ચર્ય સર્જાયું છે.અમાર અલ મર્રી એક શુધ્ધ ગિર બાજ અને એક ગિર પેરેગ્રીન અને બે સહિત કુલ ચાર પક્ષીઓનું પાલન પોષણ કરે છે. બાજ પક્ષીઓ સાથે સમય વિતાવીને આનંદ મેળવે છે. ગરમીની સિઝન ઘટે ત્યાર પછી સપ્ટેમ્બરથી માર્ચ સુધી બહાર જવાનું ટાળીને બાજ સાથે જ રહે છે. બાજને દરરોજ બે થી ત્રણ કલાક પોતાની પાસે જ ચિટકેલા રાખે છે. 


દરેક સિઝનમાં બાજ પોતાની જંગલી પ્રકૃતિ છોડતા નથી.બાજની રોજીંદી કાળજી માટે પોતાના બીજા શોખ પર ખર્ચ કરવાનું ટાળે છે.દર મહિને એક બાજ ઉછેરવાનો ખર્ચ ૧૦૦૦ દિરહમ (૨૩૦૦૦ રુપિયા) જેટલો  થાય છે. ઉડતા બાજો પર જીપીએસ ટ્રેકિંગ ઉપકરણથી નજર રાખવાનો વર્ષે ખર્ચ ૭૦૦૦ દિરહમ એટલે કે ૧.૬૩ લાખ જેટલો થાય છે.

બાજને હ્વદય સંબંધી ફિટનેસ અને પાંખોની મજબૂતી માટે કસરત કરાવવામાં આવે છે. ફિટનેસની તાલિમના અંતે બાજની સહનશકિત વધે અને શિકારનો પ્રાકૃતિક રીતે પીછો કરવાનું કૌશલ્ય જળવાઇ રહે તે માટે સવારના સેશનમાં નાના વિમાનનો ઉપયોગ કરવામાં આવે છે. બપોરના સમયે શિકાર કરવા માટે પ્રવાસી પક્ષીઓ અને કબૂતરોને ટાર્ગેટ કરવાની પરંપરાગત શિકાર વિધી શીખવવામાં આવે છે. 

 વિદેશ પ્રવાસ કરવાનો થતો હોયતો પાસપોર્ટ કઢાવવો સુવિધાજનક રહે છે 

ઇન્સ્ટાગ્રામમાં વાયરલ થઇ રહેલા વીડિયોમાં એક બેહદ શાંતચિત્ત અમિરાતી માણસ એરપોર્ટ પર ટહેલી રહયો છે તેની પાસે એક શિકારી પક્ષી હોવું જાણે કે મોટી વાત ન હતી પરંતુ બાજનો અસલી પાસપોર્ટ હતો. પાસપોર્ટ પક્ષીના માલિક અને બાજપાલક પર નિર્ભર કરે છે. જો વિદેશ પ્રવાસ  કરવાનો થતો હોયતો પક્ષી પાસપોર્ટ કઢાવવો જરુરી બને છે.

યુએઇમાં આ કોઇ નવી કે અસમાન્ય વાત નથી. ૨૦૧૫થી બાજ પક્ષી માટે પોતાના પાસપોર્ટ ધરાવે છે આથી તેને ટ્રેક કરી શકાય છે અને તસ્કરી પણ રોકી શકાય છે. આમ પણ બાજ પક્ષી જગતમાં સૌથી શકિતશાળી મશહૂર છે.બાજનું સરેરાશ આયુષ્ય ૨૦ થી ૨૫ વર્ષનું હોય છે. સતત સહવાસ અને તાલીમ પછી જ બાજ સાથે ભાવનાત્મક સંબંધ બંધાય છે.