Get The App

મેક્સિકોની સરહદ નજીક સાન ડિએગો કાઉન્ટીમાં આવ્યો 5.2 તીવ્રતાનો ભૂકંપ

Updated: Apr 14th, 2025

GS TEAM

Google News
Google News
મેક્સિકોની સરહદ નજીક સાન ડિએગો કાઉન્ટીમાં આવ્યો 5.2 તીવ્રતાનો ભૂકંપ 1 - image

San Diego County Earthquake : કેલિફોર્નિયા રાજ્યના દક્ષિણ ભાગમાં, મેક્સિકોની સરહદ નજીક આવેલા સાન ડિએગો કાઉન્ટીમાં આજે સોમવારે  (14 એપ્રિલ, 2025)ના રોજ સવારે 10:10 વાગ્યે 5.2 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. યુએસ ભૂસ્તરશાસ્ત્રીય સર્વેક્ષણ મુજબ, ભૂકંપનું કેન્દ્રબિંદુ સાન ડિએગો કાઉન્ટીમાં જુલિયનથી 2.49 માઇલ દક્ષિણમાં નોંધાયું હતું. શરૂઆતના ભૂકંપ પછી તરત જ ઓછામાં ઓછા સાત આફ્ટરશોક નોંધાયા હતા.

આ પણ વાંચો: પાકિસ્તાન-અફઘાનિસ્તાનના કારણે વિશ્વભરમાં ફેલાયો પોલિયો! WHOએ સંશોધન કરી ટ્રાવેલ પ્રતિબંધ લંબાવ્યો

મળતી માહિતી મુજબ, સાન ડિએગો કાઉન્ટી (San Diego County) એ અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં આવેલું એક કાઉન્ટી (જિલ્લો) છે. તેનું મુખ્ય શહેર છે સાન ડિએગો (San Diego), જે કાઉન્ટીનું સૌથી મોટું શહેર અને મુખ્ય વહીવટી કેન્દ્ર પણ છે.