World

ગુરુગ્રામમાં વરસાદી દુર્ઘટનાઓમાં 24 કલાકમાં 9ના મોત. આવકમાં ટોચનું શહેર હજુ સુવિધામાં પછાત

By GS TEAM
10 Jul 20252 mins read
ગુરુગ્રામમાં વરસાદી દુર્ઘટનાઓમાં 24 કલાકમાં 9ના મોત. આવકમાં ટોચનું  શહેર હજુ સુવિધામાં પછાત

ગુરુગ્રામ,10 જુલાઇ,2025,ગુરુવાર 

છેલ્લા 25 વર્ષોમાં રોકેટ ગતિએ ઝડપી વિકસિત થયેલા ગુરુગ્રામમાં વરસાદ પછીની હાલાકીને પગલે 24 કલાકમાં 9 લોકોના મોત થયા છે. નવાઇની વાત તો એ છે ગુરુગ્રામ દિલ્હીના મુખ્ય ઉપ શહેરોમાંનું એક છે અને રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રનો ભાગ છે. IT હબ અને વિવિધ BPO કંપનીઓનું મુખ્ય કેન્દ્ર ગણાતું ગુરુગ્રામ ચંદીગઢ અને મુંબઈ પછી તે ભારતમાં ત્રીજા ક્રમે સૌથી વધુ માથાદીઠ આવક ધરાવે છે તેમ છતાં ગુરુગ્રામમાં વરસાદી પાણીનો ભરાવો અને ખાડાઓના કારણે લોકો મોતને ભેટ છે. 

મોન્સુનના પ્રથમ વરસાદે સ્થાનિક તંત્રની બેદરકારીની પોલ ખોલી નાખતા હાહાકાર મચી ગયો છે. સપનાની નગરી ગણાતું ગુરુગ્રામ મોતની નગરીમાં ફેરવાઇ જતા રોષ જોવા મળી રહયો છે. પ્રાપ્ત માહિતી અસાર એક ગ્રાફિક ડિઝાઇનર જિમમાંથી પાછો ફરી ગયો હતો ત્યારે પાણી ભરાયેલા સ્થળે વીજળીના થાંભલાનો કરંટ લાગતા મોત થયું હતું. સેકટર 18માં પવન નામનો ડિલીવરી બોય રેસ્ટોરન્ટમાં ફૂડ લેવા જતો હતો ત્યારે કરંટ લાગતા મોતને ભેટયો હતો. ત્રીજી ઘટના ઘામરોજ ગામમાં બની હતી જેમાં ત્રણ કિશોરો આશીષ, દેવેન્દ્ર અને સુરજીક તળાવમાં નાહવા પડવાથી ડૂબી ગયા હતા.


સદર થાણા ક્ષેત્રમાં એક ઓટો ચાલક પાણીથી ભરાયેલા ખાડામાં પડતા શ્નાસ રુંધાવાથી મોત થયું હતું. સેકટર 37માં પાણી ભરાવાથી થયેલી સડક દુર્ઘટનામાં એરપોર્ટ સિકયોરિટી સ્ટાફના એક સભ્યનું મોત થયું હતું. ગુરુગ્રામને આંતર માળખાકિય સુવિધાની દ્વષ્ટીએ આદર્શ શહેર ગણવામાં આવે છે. જયાં માલતુંજારો અને વ્યવસાયિકો મોટી સંખ્યામાં વસે છે ત્યાં પણ બેદરકારીથી મુત્યુ થવાની એક પછી એક ઘટનાઓ પ્રકાશમાં આવતા સ્થાનિક તંત્રની કામગીરી અને સંવેદના સામે લોકો રોષપ્રગટ કરી રહયા છે.