ઓસ્ટ્રિયામાં સ્કૂલમાં થયેલા અંધાધૂધ ગોળીબારમાં 9નાં મોત અને 12 ઘાયલ
દેશના બીજા નંબરના મોટા શહેર ગ્રાઝમાં સર્જાઈ કરુણાંતિકા
સ્કૂલમાં બનેલા હિંસક બનાવના પગલે સમગ્ર દેશમાં ત્રણ દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો
વિયેના: ઓસ્ટ્રિયાનાં ગ્રાઝ શહેરની એક સ્કૂલમાં અંધાધૂંધ થેયલી ગોળીબારમાં ૯ વિદ્યાર્થીઓનાં મૃત્યુ થયાં હતા અને ૧૨ને ઇજા થઈ હતી. આ ગોળીબાર કરનાર ૨૧ વર્ષનો હુમલાખોર સ્કૂલનો ભૂતપૂર્વ વિદ્યાર્થી જ હતો. ગોળીબાર પછી તેણે પોતે ુુપણ આત્મહત્યા કરી.શસ્ત્રો રાખવાનો કાયદેસર પરવાનો ધરાવતા અને બે ગન લઈને સ્કૂલમાં પ્રવેશેલા હુમલાખોરની ઓળખ અને ઇરાદા અંગે પોલીસ હજી અજાણ છે.
ભૂતપૂર્વ વિદ્યાર્થી સવારે દસ વાગે આવ્યો અને બધા પર બેફામ ગોળીઓ છોડી પછી પોતે આત્મહત્યા કરી
ગ્રાઝના ઐતિહાસિક કેન્દ્રથી એક કિલોમીટર દૂર આવેલી સ્કૂલમાં ગોળીબારના સમાચાર મળતાં તરત જ સ્પેશ્યલ ફોર્સીસ રવાના કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યા મુજબ તેણે આત્મહત્યા કરતાં તેનો ઇરાદો જાણી શકાયો નથી.
પોલીસના જણાવ્યા પ્રમાણે આજે (મંગળવારે) સવારે ૧૦ વાગે એક વિદ્યાર્થી બંદૂક લઇને શાળાએ પહોંચ્યો, એન સામે જે કોઈ ઊભા હતા તેમની ઉપર ગોળીબાર શરૂ કરી દીધો તે પછી તે વૉશરૂમમાં ગયો અને પોતાને જ ગોળીમારી આત્મહત્યા કરી. ઓસ્ટ્રિયાનાં ગૃહમંત્રાલયે આ ગોળીબાર અંગે જણાવ્યું હતું ંકે આત્મહત્યા કરી લેનારા હુમલાખોર આ સ્કૂલનો જ વિદ્યાર્થી હતો અને તેણે અભ્યાસ પૂરો કર્યો ન હતો. આ ઘટના પછી પોલીસે શાળા ખાલી કરાવી વધુ તપાસ હાથ ધરી છે. ઘટનાસ્થળો મોટાપાયે પોલીસ કાફલો પહોચી ગયો હતો. હેલિકોપ્ટર અને ઇમરજન્સી વ્હીકલ્સ પણ સ્કૂલ પર પહોંચી ગયા હતા.
આ ઘટનાની ટીકા કરતાં વિશ્લેષકો કહે છે કે અમેરિકામાં તો ગન કલ્ચર વ્યાપ્ત છે હવે તે યુરોપમાં પણ પ્રસરી રહ્યું છે.
ઓસ્ટ્રિયન ચાન્સેલર ક્રિસ્ટિયન સ્ટોકરે જણાવ્યું હતું કે આ પ્રકારની ઘટના ઓસ્ટ્રિયામાં જવલ્લે જ બને છે. આ કરુણાંતિકાના પગલે દેશમાં ત્રણ દિવસનો શોક રાખવામાં આવશે અને બુધવારે સવારે દસ વાગે એક મિનિટનું રાષ્ટ્રીય મૌન જાળવવામાં આવશે.
પ્રેસિડેન્ટ એલેકઝાન્ડર વાન ડેર બેલને જણાવ્યું હતું કે આ પ્રકારની ભયાનક ઘટના શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. આ બાળકોને જીવનમાં હજી ઘણું કરવાનું બાકી હતું. ગ્રાઝ ત્રણ લાખની વસ્તી સાથેનું ઓસ્ટ્રિયાનું સૌથી મોટું શહેર મનાય છે.