Get The App

ગાજાની 80 ટકા ભૂમિ કૃષિ માટે નકામી બની, ગ્રીન હાઉસ માળખાને ભારે નુકસાન

ખેતરમાં સિંચાઇ માટે કામ આવતા કુવાઓની સ્થિતિ ખૂબજ દયનીય છે.

ગાજામાં એક સમયે કૃષિક્ષેત્રનું અર્થ વ્યવસ્થામાં ખૂબ મોટું યોગદાન હતું.

Updated: May 27th, 2025

GS TEAM


Google News
Google News
ગાજાની 80 ટકા ભૂમિ કૃષિ માટે નકામી બની, ગ્રીન હાઉસ માળખાને ભારે નુકસાન 1 - image


તેલઅવિવ,૨૭ સપ્ટેમ્બર,૨૦૨૫,મંગળવાર 

સંયુકત રાષ્ટ્રસંધ અને કૃષિ સંગઠન અને સંયુકત રાષ્ટ્ર ઉપગ્રહ કેન્દ્ર (યુએનઓએસએટી)ના જણાવ્યા અનુસાર ગાજાપટ્ટીમાં  કૃષિયોગ્ય ભૂમિ પાંચ ટકા જેટલી ઉપલબ્ધ છે. એપ્રિલ ૨૦૨૫ સુધીમાં ગાજાની કુલ કૃષિયોગ્ય ભૂમિના ૮૦ ટકા જેટલા ભાગમાં નુકસાન થયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર કુલ ૧૫૦૫૩ હેકટર કૃષિ યોગ્ય ભૂમિમાંથી માંડ ૩ હજાર એકર જેટલી બચી છે જો કે આ જમીન સુધી પહોંચવા માટેનો માર્ગ ખેડૂતો માટે બંધ થઇ ગયો છે.

સર્વે મુજબ ખેતીલાયક માત્ર ૬૮૮ હેકટર જમીન જ બચી છે. આ પરિસ્થિતિ ખાસ તો રાફાહ અને ગાજાના ઉત્તરી ક્ષેત્રોમાં વધુ ગંભીર છે.ઉચ્ચ રિઝોલ્યૂશન સેટેલાઇટ ઇમેજરીનો ઉપયોગ કરીને મેળવવામાં આવેલી માહિતી મુજબ ૭૧.૨ ટકા ગ્રીન હાઉસ માળખાને ભારે નુકસાન થયું છે.  એપ્રિલ ૨૦૨૫માં નુકસાનનો દર ૮૬.૫ ટકા પહોંચી હતી જયારે ડિસેમ્બર ૨૦૨૪માં આંકડો ૫૭.૫ ટકા હતી. આમ ગાજા શહેરમાં તમામ ગ્રીન હાઉસ સંપૂર્ણ ક્ષતિગ્રસ્ત થયા છે. એપ્રિલ ૨૦૨૫માં નુકસાનનો દર ૮૬.૫ ટકા સુધી પહોંચી ગઇ છે. ડિસેમ્બર ૨૦૨૪માં આ આંકડો ૫૭.૫ ટકા હતા.

ગાજાની 80 ટકા ભૂમિ કૃષિ માટે નકામી બની, ગ્રીન હાઉસ માળખાને ભારે નુકસાન 2 - image

ખેતરમાં સિંચાઇ માટે કામ આવતા કુવાઓની સ્થિતિ ખૂબજ દયનીય છે. ગાજાના ૮૨.૮ ટકા કુવાનો નાશ થયો છે. ડિસેમ્બર ૨૦૨૪માં આનું પ્રમાણ ૬૭.૭ ટકા હતું. ખાધ્ય ઉત્પાદનની શકયતા સાવ ઓછી થઇ ગઇ છે. ગાજામાં એક સમયે કૃષિક્ષેત્રનું અર્થ વ્યવસ્થામાં ખૂબ મોટું યોગદાન હતું. ૫.૬૦ લાખ લોકો કૃષિ,પશુપાલન અને માછલી પકડવાના વ્યવસાય સાથે સંકળાયેલા છે. સંયુકત રાષ્ટ્રસંઘના રિપોર્ટ અનુસાર કૃષિ ક્ષેત્રમાં ૨૦૨૩માં ૨ બિલિયન ડોલરથી વધારે છે. મે થી સપ્ટેમ્બર ૨૦૨૫ સુધીમાં વધુ લોકો અછત અને ભૂખમરાનો ભોગ બની શકે છે. 

Tags :